ખબર

કોરોનાના મોતના તાંડવને રોકવા રાહુલ ગાંધીએ આપી મોદી સરકારને આ સલાહ, કહ્યું કે

ભારતમાં કોરોના વાયરસના વધતાં સંકટની વચ્ચે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ભારત સરકારને સલાહ આપી છે. મંગળવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લોકડાઉન કરવાની માંગ કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત સરકાર સમજી નથી રહી, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે એક માત્ર ઉપાય લૉકડાઉન જ છે. પરંતુ સમાજમાં ન્યાય યોજનાના લાભ આપવાની સાથે જ. ભારત સરકારની નિષ્ક્રિયતા માસૂમ લોકોને મારી રહી છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, “હાલમાં કોરોનાનો સામનો કરવા માટે પૂર્ણ લોકડાઉન લગાવવું જ એકમાત્ર ઉપાય છે અને સરકાર આ તરફ ધ્યાન આપવાની જરૂરત છે.” તેમણે આગળ લખ્યું, “સમાજના કેટલાક લોકોને ન્યાય યોજનાનો લાભ આપીને પૂર્ણ લોકડાઉન લગાવી શકાય છે જેથી લોકોના જીવ સમય રહેતા બચાવી શકાય.” રાહુલ ગાંધી આ પહેલા પણ કોરોના વાયરસ સંક્રમણને ફેલાતું રોકવા માટે કેન્દ્ર સરકારને પોતાના સૂચનો આપતા રહ્યા છે.

તમને જણાવી દઇએ કે આ પહેલા જ્યારે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે રાહુલ ગાંધી લોકડાઉનના વિરોધમાં પોતાનો મંતવ્ય મૂકતાં હતા, ગયા વર્ષે જ્યારે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે રાહુલ ગાંધીએ તેની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ વારંવાર કહ્યું હતું કે લોકડાઉન તો માત્ર કોરોનાની સ્પીડને રોકી શકે છે. જોકે હવે રાહુલ ગાંધી પોતે કહી રહ્યા છે કે દેશમાં લોકડાઉન કરી દેવું જોઈએ.

દેશમાં દરરોજ છેલ્લા લગભગ 2 અઠવાડિયાથી ત્રણ લાખથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. વચ્ચે આ સંખ્યા 4 લાખ સુધી પહોંચી ગઈ હતી, જ્યારે અત્યારે દરરોજ સાડા ત્રણ હજારથી વધારે મોત નોંધાઈ રહ્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ પણ 2 કરોડથી વધારે થઈ ગયા છે, જેમાંથી 30 લાખથી વધારે એક્ટિવ કેસ છે.