ખબર ફિલ્મી દુનિયા

Big Breaking: ‘આશિકી’ નો દિગ્ગજ એક્ટર રાહુલ રોયને લઈને આવ્યા ખરાબ સમાચાર, ચાહકો ઊંડા શોકમાં

બૉલીવુડ સુપર હિટ અભિનેતા અને મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ ‘આશિકી’ દ્વારા કરોડો લોકોના દિલોમાં વસનાર એક્ટર રાહુલ રોયને હાલમાં બ્રેઇન સ્ટ્રોક થયો છે. અત્યારે તે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયો છે. જ્યારે આ ઘટના બની ત્યારે અભિનેતા શ્રીનગરમાં ફિલ્મ ‘કારગિલ’ નું શૂટિંગ કરી રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ‘કારગિલ’ના શૂટિંગ દરમિયાન તેને બ્રેઇન સ્ટ્રોક થયો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અભિનેતાની હાલત હાલમાં ગંભીર બતાવવામાં આવી રહી છે. તેમજ તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.

ડોક્ટરોનું જણાવ્યું છે કે અભિનેતાના બ્રેનના ડાબા ભાગમાં લોહીની ગઠ્ઠા જામ થઈ ગયા છે. તેને સારું થવામાં વાર લાગી શકે છે. રાહુલની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થઈ રહી છે. બન્યું એવું કે આ ફિલ્મનું શૂટિંગ ખૂબ ઉંચાઇ પર કરવામાં આવી રહ્યું હતું. ઉંચાઇને કારણે ત્યાં ઓક્સિજન ઓછો હતો અને ટીમના સભ્યોને પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

કો એક્ટર નિશાંતે જણાવ્યું હતું કે, ‘શિડ્યૂઅલ પ્રમાણે રાહુલે માત્ર 4-5 દિવસ જ શૂટિંગ કરવાનું હતું. પણ કારગિલનું વેધર ખરાબ હોવાને લીધે અમે અહીંયા -17 ડિગ્રીમાં શૂટિંગ કરતાં હતાં. આ જ કારણે શિડ્યૂઅલ અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું. રાહુલનું 4 દિવસનું શૂટિંગ દસ દિવસ સુધી ચાલ્યું. વાતાવરણ ખરાબ હોવાને કારણે રાહુલની તબિયત વધુ પડતી બગડી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે અભિનેતાએ 1990 ની સાલમાં મહેશ ભટ્ટની સુપરહિટ ફિલ્મ ‘આશિકી’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રી અનુ અગ્રવાલ લીડ રોલમાં હતી. પછી તેમણે ‘જુનૂન’, ‘ફિર તેરી કહાની યાદ આઈ’, ‘કૈબ્રે’, ‘નસીબ’, ‘એલાન’, જેવી ફિલ્મમાં જોવા મળ્યો હતો. ‘બિગ બોસ’ની પહેલી સિઝનમાં રાહુલ રોય વિનર બન્યો હતો.