વાહ, ચાહકો માટે સારા સમાચાર…રાહુલ રૉયની નવી તસ્વીરો આવી સામે
બોલીવુડની સુપરહિટ ફિલ્મ આશિકી દ્વારા દર્શકોના દિલોને જીતનારા અભિનેતા રાહુલ રૉયની તબિયતમાં સુધારો આવતો દેખાઈ રહ્યો છે, આ વાતથી તેના ચાહકો પણ ખુબ જ ખુશ થયા છે. આગળના 19 દિવસોથી હોસ્પિટલમાં ભરતી થયેલા રાહુલ ઠીક થતા જ પોતાના ચાહકો સાથે રૂબરૂ થયા છે.

રાહુલ રૉયએ હોસ્પિટલથી પોતાની અમુક તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તે હોસ્પિટલના બેડ પર બેઠેલા છે અને બ્રેકફાસ્ટ કરી રહ્યા છે. તસ્વીરમાં તેની બહેન પણ સાથે દેખાઈ રહી છે.

તસ્વીર શેર કરીને રાહુલે લખ્યું કે,” હોસ્પિટલમાં 19 માં દિવસે બ્રેકફાસ્ટ એન્જોય કરી રહ્યો છું.રિકવરીના રસ્તા પર છું. ડોક્ટરો અને મારી બહેન પ્રિયંકા રૉય મને સખ્ત ડાઈટ પર રાખે છે અને મારું ખુબ ધ્યાન રાખે છે. દરેકને મારો પ્રેમ-રાહુલ રૉય”.

રાહુલની આ તસ્વીર અને પોસ્ટ દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે અને તેના જલ્દી જ સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.

જણાવી દઈએ કે કારગિલમાં આવનારી ફિલ્મની શૂટિંગના સમયે રાહુલને બ્રેન સ્ટોક થયો હતો, જેના પછી તરત જ તેને શ્રીનગર લઇ જવામાં આવ્યો અને પછી મુંબઈની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. હાલ રાહુલ ધીમે-ધીમે સ્વસ્થ થઇ રહ્યા છે.