આશિકીના ફેમ અભિનેતા રાહુલ રોયની તબિયતમાં હવે સુધારો જોવા મળ્યો. મંગળવારની તુલનામાં બુધવારે તેની હાલતમાં ખુબ જ સુધારો જોવા મળ્યો હતો. હવે તેમને ICU માંથી સામાન્ય વોર્ડમાં શીફટ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે તેમની સ્પીચ થેરેપી અને ફિઝીકલ થેરેપી શરુ થઇ ગઈ છે અને તેનાથી તેમને ખુબ જ રાહત મળી છે.

રિપોર્ટ અનુસાર રાહુલ રોયના બનેવી રોમીરએ જણાવ્યું કે ‘તેઓ હવે ખતરાથી બહાર છે અને તેમને ICUમાંથી નોર્મલ વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.’

જણાવી દઈએ કે રાહુલ કરગીલમાં ફિલ્મ LAC: Live the Battle ની શૂટિંગ કરી રહ્યા હતા. શૂટિંગ દરમિયાન તેમની તબિયત બગડી ગઈ હતી અને તેમને મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ફિલ્મમાં બિગ બોસ ફેમ અભિનેતા નિશાંત મલકાની પણ મુખ્ય ભૂમિકામાં છે જેમને રાહુલની બગડતી તબિયત પણ જણાવ્યું હતું કે, ‘આ બધું મંગળવારે થયું હતું, તેઓ ઠીક હતા જયારે અમે સોમવારની રાતે સુવા ગયા હતા.’

નિશાંતે જણાવ્યું કે, ‘મને લાગે છે કે મોસમના લીધે તેમને ઈશ્યુ થયો હશે, કારગિલમાં તાપમાન લગભગ 15 ડિગ્રી સેન્ટિગ્રેડ છે જ્યાં અમે શૂટિંગ કરી રહ્યા છીએ.’

તમને જણાવી દઈએ કે 2005 માં બિગ બોસની પહેલી સિઝનના વિજેતા રહેલા રાહુલ રાય તેની પહેલી ફિલ્મથી બોલિવૂડ સુપરસ્ટાર બન્યા હતા. પરંતુ પાછળથી તેની કારકિર્દી એટલી ઝડપ પકડી શકી નહીં.

મહેશ ભટ્ટ દિગ્દર્શિત 1990 ની સુપરહિટ ફિલ્મ આશિકીમાં રાહુલ રાયે હીરોનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તેની જોડી અનુ અગ્રવાલ સાથે થઈ હતી. આ ફિલ્મે ઉત્તમ સંગીતને કારણે બોક્સ ઓફિસ પર ખુબ જ ધમાલ મચાવી હતી. આ સાથે રાહુલ રાયના વાળની સ્ટાઇલ અને અનુ અગ્રવાલનો ડ્રેસ પણ યુવાનોના દિલ પર રાજ કરે છે. આ ફિલ્મના કારણે રાહુલ રાતોરાત સ્ટાર બની ગયા, પરંતુ તેની પછી તેમની ફિલ્મો એટલી સફળ નહોતી થઈ.