ખબર ફિલ્મી દુનિયા

અભિનેતા રાહુલ રોયને લઈને આવ્યા ફરી ખરાબ સમાચાર, એવું થયું કે ડોક્ટરો ટેંશનમાં આવી ગયા- જાણો

બૉલીવુડ અભિનેતા રાહુલ રોય કારગીલમાં પોતાની ફિલ્મ “એલએસી-લિવ ધ બૈટલ”ના શૂટિંગ દરમિયાન આવેલા બ્રેન સ્ટોકના કારણે હોસ્પિટલમાં ભરતી થયો હતો, ત્યાં સારવાર બાદ તે રિકવર પણ થઇ રહ્યો હતો, પરંતુ હાલમાં તે ફરી પાછો આઇસીયુમાં ભરતી થયો છે, જેની ખબરે ચાહકોમાં દુઃખ વ્યાપી ગયું છે.

રાહુલ રોયની સારવાર મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલમાં ચાલી રહી છે અને આ હોસ્પિટલના ડોક્ટરોએ જાણકારી આપી છે કે રાહુલને ફરી એકવાર આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યો છે, તેનું કારણ રાહુલના હૃદયની ધીમી ચાલી રહેલી ધડકનો છે.

Image Source

હોસ્પિટલમાં રાહુલની સારવાર કરી રહેલા ડોકટરે જણાવ્યું હતું કે, “રાહુલ આમતો લગભગ ઠીક થઇ રહ્યો હતો પરંતુ તેને બોલવામાં થોડી તકલિફ થતી હતી. તેના શરીરનો જમણો ભાગ બ્રેન સ્ટ્રોકના કારણે થોડો ઓછો કામ કરી રહ્યો છે.જયારે તેનું હાલમાં એમઆરઆઈ કરવામાં આવ્યું ત્યારે તે લગભગ ઠીક થઇ ગયો હતો. પરંતુ તેને આઈસીયુમાં રાખવાનું કારણ તેના હૃદયની ધીમી ગતિ છે. આ ફક્ત એક દિવસ માટે છે પછી તેને આઈસીયૂમાંથી બહાર લાવવામાં આવશે.”