બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જીન્યરની નોકરી કરતા રાહુલ પરમારે દીકરીનો જીવ લીધો, કહ્યું કે ‘તે રડતી હતી અને મારી પાસે…’ કહાની સાંભળીને તો જીવ તાળવે ચોંટી જશે
આજે મોટાભાગના લોકો શેર માર્કેટ અને બીટકોઈનમાં રોકાણ કરતા હોય છે, પરંતુ ઘણીવાર આવું રોકાણ તેમના પર જ ભારે પડી જાય છે અને ઘણીવાર આ મામલામાં લોકો પોતાનો જીવ પણ લઈ લેતા હોય છે. ઘણીવાર દેવામાં ડૂબેલો આખો જ પરિવાર પણ આપઘાત કરી લેતો હોય છે, પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે તેને સૌના રૂંવાડા ઉભા કરી દીધા છે. એક ગુજરાતી પિતાએ બેંગ્લુરુમાં પોતાની બે વર્ષની દીકરીની હત્યા કરી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે બચી ગયો પરંતુ દીકરીએ જીવ ગુમાવ્યો.

મૂળ ગુજરાતી અને હાલ બેંગલુરુમાં રહેતા 45 વર્ષીય રાહુલ પરમાર વ્યવસાયે સોફટવેર એન્જીનીયર છે. રાહુલે બિટકોઈનમાં ઘણું મોટું રોકાણ કર્યું હતું. પરંતુ તેમાં તેને ખુબ જ મોટું નુકશાન આવ્યું. હાલમાં રાહુલની નોકરી પણ ચાલી ગઈ અને ખર્ચો કાઢવા માટે તેને દેવું પણ કરવું પડ્યું. જયારે ઉધાર આપવા વાળાએ તેમના પૈસા પાછા માંગ્યા તો રાહુલે તેની પત્નીના ઘરેણાં અને સોનુ પહેલા જ ગીરવે રાખી દીધી હતું. પતિને તેણે પૂછ્યું તો કહ્યુ કે, તેની સાથે લૂંટ થઇ છે.

રાહુલ દેવામાં સતત ઊંડો ઉતરતો ગયો અને આખરે આ દેવામાં જ તેણે પોતાની 2 વર્ષની દીકરીને મારવાનો પણ નિર્ણય કરી લીધો. કારણ કે દીકરીને ખવડાવવાના પણ તેની પાસે પૈસા નહોતા. દીકરીને મારીને તેણે પોતે પણ આપઘાત કરવાનો વિચાર કરી લીધો. જેના બાદ તે પોતાની ગાડી લઈને નીકળ્યો અને પોતાની અઢી વર્ષની દીકરી માટે કેટલીક ચોકલેટ અને બિસ્કિટ ખરીદ્યા. ગાડીની પાછળની સીટમાં બેસાડીને દીકરી સાથે ખુબ જ લાડ પ્રેમ કર્યો.
રાહુલની ઘરે જવાની હિંમત નહોતી થતી કારણ કે ઘરે ઉઘરાણી વાળા હેરાન કરતા હતા. જેના બાદ તેણે એક પ્લાન બનાવ્યો. 15 નવેમ્બરના રોજ ઘરેથી દીકરીને સ્કૂલે મુકવા માટે ગયેલો રાહુલ પરત ના ફરતા તેની પત્નીએ પોલીસમાં ફરિયાદ પણ લખાવી હતી. આ તરફ રાહુલે પોતાની દીકરીને ગળે લગાવી અને પછી તેને ત્યાં જ મોતને ઘાટ ઉતારીને તળાવમાં કૂદી ગયો. પરંતુ તે ડૂબ્યો નહીં. પોલીસે આ મામલામાં દીકરીની હત્યા કરવાના આરોપમાં તેની ધરપકડ કરી લીધી છે.