ગુજરાતમાં ભલે દારૂબંધી હોય છતાં પણ ઘણા લોકો દારૂ પીતા ઝડપાય છે, તો ઘણીવાર દારૂની હેરાફેરી કરવાનો પણ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવે છે. ઘણા લોકો દારૂ પી અને ગાડી ચલાવતા હોય છે ત્યારે ઘણીવાર માસુમ લોકોને પણ અડફેટે લેતા હોય છે, ત્યારે હાલ સુરત પોલીસે રાહુલ ગાંધીને ચિત્કાર દારૂ પી અને ગાડી ચલાવતા ઝડપી પડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ખટોદરા પોલીસે એક વ્યક્તિને લક્ઝુરિયસ ઓડી કારમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો છે. આરોપી યુવક સતત પોતે ઝિંઘાનો વેપારી હોવાનું રટણ રટતો રહ્યો હતો. આ વ્યક્તિ દોરી પી અને રસ્તા ઉપર બેફિકરાઈથી ગાડી હાંકી રહ્યો હતો. જેના કારણે પોલીસે તેની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી, જ્યાં પણ તે વ્યક્તિએ ખુબ જ હોબાળો મચાવ્યો હતો.
પોલીસે પોલીસ સ્ટેશન લઇ જઈને પુછપરછ કરતા તેનું નામ રાહુલ ગાંધી હોવાનું સામે આવ્યું હતું, તેમજ તે ઝીંઘાનો વેપારી હતો. રાહુલ ગાંધીએ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇના ચેમ્બરમાં ઘૂસીને તેમને ધમકી પણ આપી હતી, જેનો ગુન્હો દાખલ કરી આરોપીની લક્ઝુરિયસ ઑડી કારને પણ જપ્ત કરવામાં આવી હતી. અને તે વ્યક્તિની પણ ધરપકડ કરી છે.