રાહુલ ગાંધીએ બાળકોને શીખવાડ્યું પુશઅપ્સ કરતા, તો વીડિયો થઇ ગયો વાયરલ, લોકોએ કહ્યું…..

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજકાલ ચૂંટણી પ્રચાર માટે તામિલનાડુમાં છે. તે હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચાનો વિષય બનતા હોય છે, ત્યારે હાલમાં જ છોકરાઓને પુશઅપ્સ શીખવાડવા દરમિયાન તે પણ તે ચર્ચામાં આવી ગયા છે.

રાહુલ ગાંધીએ સોમવારના રોજ કન્યાકુમારીની અંદર રોડ શો કાઢ્યો, પરંતુ ત્યારબાદ રાહુલનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો. કન્યા કુમારીની અંદર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સાથે વાત કરતી અને આ દરમિયાન જ એક યુવાન વિદ્યાર્થી સાથે પુશઅપ્સ કરતા નજર આવ્યા.

રાહુલ ગાંધીએ અહીંયા બાળકો સાથે વાત કરી, આ દરમિયાન એક વિદ્યાર્થી સાથે આઈકીદો પરફોર્મ કર્યું. આઈકીદો જોયા બાદ રાહુલ ગાંધીને એક વિદ્યાર્થીનીએ પુશઅપ્સ કરવા માટે અપીલ કરી. જેના બાદ રાહુલ ગાંધી મંચ ઉપર જ વિદ્યાર્થી સાથે પુશઅપ્સ કરવા લાગી ગયા.

રાહુલનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે 9 સેકેન્ડમાં નોનસ્ટોપ 13 પુશઅપ્સ કરતા જોવા મળે છે. રાહુલ ગાંધીએ પહેલા પુશઅપ્સ લગાવ્યા અને ત્યારબાદ વિદ્યાર્થીનીને એક હાથથી પુશઅપ્સ કરવાનું કહ્યું.

રાહુલ ગાંધીએ પોતે પણ એક હાથે પુશઅપ્સ કર્યા. સોશિયલ મીડિયામાં હવે રાહુલ ગાંધીનો આ વીડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને રાહુલ ગાંધીના આ પર્ફોમન્સ ઉપર ઘણા બધા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેઅલ જ રાહુલ ગાંધી માછીમારો સાથે સમુદ્રમાં ગયા હતા. જ્યાં તેમની સાથે દરિયાની અંદર છલાંગ પણ લગાવી હતી. આ દરમિયાન રાહુલની એક તસ્વીર પણ સામે આવી હતી જેમાં તેના સિક્સ પેક એબ્સ દેખાઈ રહ્યા હતા. આ તસ્વીર પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગઈ હતી. ઘણા લોકોએ તેની પ્રસંશા પણ કરી અને ઘણા લોકોએ તેના ઉપર મીમ પણ બનાવ્યા હતા.

Niraj Patel