ખબર

પીએમ કેયર્સમાં કરોડોનું દાન કરવા વાળું રેલવે મજૂરો પાસેથી વસૂલી રહ્યું છે ભાડું : રાહુલ ગાંધી

કોરોના વાયરસના કારણે આચાનક લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે ઘણા મજૂરો દેશભરમાં ઠેર ઠેર ફસાઈ ગયા છે, અને હવે આ રોજ બરોજનુ કમાઈને જીવન જીવતા મજૂરોની હાલત કફોળી બની છે. લોકડાઉનના 40 કરતા પણ વધુ દિવસો વીતી ગયા હોવાના કારણે ના તેમની પાસે પૈસા રહ્યા છે કે ના તેમની પાસે જીવન જરૂરિયાતનો સામાન ત્યારે હવે આ મજૂરો પોતાના ઘરે જવા ઈચ્છે છે અને તેમને ઘરે મોકલવા માટે સરકારે પણ બસ અને ટ્રેનની વ્યવસ્થા કરી છે. ત્યારે આ મજૂરોને રેલવેનું ભાડું જાતે જ ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે.

Image Source

ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મજૂરોના ભાડા રેલવે પાસે વસૂલવા ઉપર સવાલો ઉભા કર્યા છે. રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને કહ્યું છે કે રેલવે મંત્રાયલ પીએમ એકેયર્સ ફંડમાં કરોડોનું દાન કરી રહી છે અને મજૂરો પાસે ભાડા વસૂલી રહી છે.

આ બાબતે સોમવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરતાં રાજનીતિ જગતમાં અને મીડિયા જગતમાં હોવબળો મચી ગયો હતો, રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકાર ઉપર નિશાન સાધતા સ્પષ્ટ લખ્યું હતું કે: “એક તરફ રેલવે બીજા રાજ્યોમાં ફસાયેલા મજૂરો પાસે ટિકિટનું ભાડું વસૂલી રહી છે તો બીજી તરફ રેલ મંત્રાલય પીએમ કેયર ફંડમાં 151 કરોડ રૂપિયાનું દાન આપી રહી છે. આ ગૂંચવણ ઉકેલો”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.