ખબર

ઓબામાએ રાહુલ ગાંધીને લઈને કર્યો સૌથી મોટો ઘટસ્ફોટ, એવી વાત કહી કે આખી દુનિયા ચોંકી ગઈ

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હંમેશા ચર્ચાઓમાં રહેતા હોય છે. અને તેમના નૈતૃત્વને લઈને પણ ઘણા સવાલો ઉઠે છે.  ત્યારે હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતના પુસ્તકમાં રાહુલ ગાંધીને લઈને કેટલીક ટિપ્પણી કરી છે.

Image Source

ઓબામાએ પોતાની આત્મકથા “અ પ્રોમિસ લેન્ડ”માં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો છે અને તેમને રાહુલ ગાંધીમાં યોગ્યતા અને જુનૂનની ઉણપ જણાવી છે.

Image Source

બરાક ઓબામાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે “રાહુલ ગાંધી એક એવા વિદ્યાર્થી છે જેને કોર્સવર્ક તો કર્યું છે અને શિક્ષકને પ્રભાવિત કરવા માટે ઉત્સુક પણ રહ્યા પરંતુ આ વિષયમાં મહારથ મેળવવા માટે અથવા તો યોગ્યતા નથી કે પછી જુનૂનની કમી છે. ” તેમને રાહુલ ગાંધીને નર્વસ અને બેડોળ ગુણવત્તા વાળા પણ જણાવ્યા.

Image Source

આ ઉપરાંત બરાક ઓબામાએ પોતાના પુસ્તકમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો પણ ઉલ્લેખ કર્યો છે. મનમોહન સિંહનો ઉલ્લેખ કરતા તેમને લખ્યું છે “તેમના એક પ્રકારની અગાધ નિષ્ઠા છે.”

Image Source

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાના પુસ્તકમાં રૂસના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન અને હાલમાં જ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચુટંણી જીતેલા જો બાઇડેન સમેત અન્ય નેતાઓનો પણ ઉલ્લેખ કર્યો છે.