કોણ છે રાહુલ ગાંધીની મહિલા ફ્રેન્ડ? જેના લગ્નમાં કાઠમાંડૂ પહોંચ્યા હતા રાહુલ ગાંધી, જુઓ…

નેતા રાહુલ ગાંધી નેપાળની અંગત મુલાકાતે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેમની એક નેપાળી મિત્ર સુમનિમા ઉદાસના લગ્નમાં હાજરી આપવા કાઠમાંડૂ પહોંચ્યા છે. આ દરમિયાન તેમના નેપાળ પ્રવાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રાહુલ ગાંધી એક નાઈટ ક્લબમાં જોવા મળી રહ્યા છે. આ નાઈટ ક્લબને લોર્ડ ઓફ ધ ડ્રિંક્સ કહેવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ સોમવારે કાઠમાંડૂ એરપોર્ટ પહોંચ્યા બાદ રાહુલ ગાંધી પોતાના ત્રણ સાથીઓ સાથે મેરિયટ હોટલમાં રોકાયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sumnima Udas (@sumnimaudas)

તે અહીં નેપાળી મિત્ર સુમનિમા ઉદાસના લગ્નમાં હાજરી આપવા આવ્યા છે.આ અંગે સુમનિમાના પિતા ભીમ ઉદાસે કહ્યું- ‘અમે રાહુલ ગાંધીને મારી પુત્રીના લગ્નમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું.’ લગ્ન સમારોહ મંગળવારે યોજાનાર છે અને રિસેપ્શન 5 મેના રોજ યોજાશે. સુમનિમા નીમા માર્ટિન શેરપા સાથે લગ્ન કરી રહી છે. અહેવાલ મુજબ, લગ્ન સમારોહમાં ઘણી વધુ મહત્વપૂર્ણ ભારતીય સેલિબ્રિટીઓ પણ પહોંચી છે. ભીમ ઉદાસ મ્યાનમારમાં નેપાળના રાજદૂત રહી ચૂક્યા છે. તેમની પુત્રી સુમનીમા સીએનએનની ભૂતપૂર્વ સંવાદદાતા છે.

 

View this post on Instagram

 

A post shared by Sumnima Udas (@sumnimaudas)

રાહુલ ગાંધીની મહિલા મિત્ર સુમનિમા ઉદાસના લગ્ન નીમા માર્ટિન શેરપા સાથે થઈ રહ્યા છે. તેમણે યુએસએની લી યુનિવર્સિટીમાંથી પત્રકારત્વ કર્યું છે. આ સિવાય તેણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પણ લીધી છે. તેણે પત્રકાર તરીકે કામ કર્યું છે. તેણે દિલ્હીના નિર્ભયા ગેંગરેપને પણ કવર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, 2014માં સુમનિમા ઉદાસે અમેરિકન જર્નાલિસ્ટ ઓફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sumnima Udas (@sumnimaudas)

ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં રાહુલ નાઈટ ક્લબમાં કેટલાક લોકો સાથે પાર્ટીમાં સામેલ થઈ રહ્યો છે. રાહુલની આસપાસ હાજર લોકો દારૂ પી રહ્યા છે. ભાજપે રાહુલના વાયરલ વીડિયોને લઈને સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી જે કરી રહ્યા છે તે તેમની અંગત બાબત છે, પરંતુ રાજસ્થાનના જોધપુરમાં જ્યારે હિંસા થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sumnima Udas (@sumnimaudas)

ત્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, તેના પર ચિંતા વ્યક્ત કરવાને રાહુલ ગાંધી નેપાળમાં નાઈટક્લબમાં પાર્ટી કરી રહ્યા છે. તેમણે ભારતના લોકોની સમસ્યાઓ વિશે જાણવા તેમની સાથે રહેવું જોઈએ. પૂનાવાલાએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ખતમ થઈ ગઈ છે, પરંતુ રાહુલ ગાંધીની પાર્ટી આ રીતે ચાલશે, તેઓ રાજકારણમાં ગંભીર નથી.

Shah Jina