નાની બાળકી સાથે રાહુલ ગાંધીનો વીડિયો થયો વાયરલ, ખોળામાં બેસાડીને ખવડાવી ચોકલેટ, સેલ્ફી પણ લઇ લીધી, જુઓ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કેરળમાં તેમના મતવિસ્તાર વાયનાડની ત્રણ દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન રાહુલ ગાંધી સેંકડો સમર્થકોને મળ્યા અને રેલીઓમાં ભાગ લીધો. આવા જ એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીનું સ્વાગત એક છોકરીએ કર્યું અને તે પણ તેમની SUVમાં સવાર થઈ. આ દરમિયાન રાહુલ ગાંધીએ બાળકીને પૂછ્યું કે, “તારું નામ શું છે ? શું તું મારી સાથે આવીશ?”

આ વીડિયો ખુદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં રાહુલ ગાંધી બાળકીને પ્રેમ કરતા, તેને લાડ કરતા અને ચોકલેટ આપતા જોવા મળે છે. આ સાથે તેમને બાળકી સાથે સેલ્ફી પણ લીધી અને તેને બાય કહીને વિદાય આપી. આ વીડિયોને ઘણો શેર કરવામાં આવી રહ્યો છે અને યુઝર્સ તેના પર ફની કમેન્ટ્સ કરી રહ્યા છે. 2 જુલાઈના રોજ પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને લગભગ લાખો લોકોએ જોયો છે, જ્યારે હજારો લોકોએ તેના પર કમેન્ટ કરી છે.

વીડિયોમાં તમે જોશો કે એક બાળકી તેના માતા-પિતા સાથે રસ્તાની બાજુમાં ઉભી છે. ત્યારબાદ રાહુલ ગાંધીની કાર આવે છે. બાળકી રાહુલ ગાંધી સાથે સેલ્ફી લેવા માંગે છે. રાહુલ ગાંધીના કહેવા પર સુરક્ષાકર્મીઓ તેમની કારનો દરવાજો ખોલે છે. રાહુલે છોકરીને પૂછ્યું, શું તમે મારી સાથે આવશો? છોકરી હા કહે છે અને કારમાં બેસી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી બાળકીને પ્રેમથી પોતાના ખોળામાં બેસાડી તેની સાથે વાત કરે છે. તે પછી તેની સાથે સેલ્ફી લે છે. તેઓ કારના ડેશબોર્ડ કવરમાંથી ચોકલેટ કાઢીને છોકરીને આપે છે. છોકરી ત્યાં ચોકલેટ ખાય છે.

રાહુલ ગાંધી સાથે વાત કરતી વખતે બાળકી બિલકુલ અચકાતી નથી કે અટકતી નથી.
વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકી રાહુલ ગાંધી સાથે ખૂબ જ સરસ વાત કરી રહી છે. આ દરમિયાન તેણે પોતાનું નામ પણ જણાવ્યું. ચોકલેટ ખાધા પછી રાહુલ ગાંધી છોકરીને બાય કહીને વિદાય કરે છે. યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયો ઘણો શેર પણ થઈ રહ્યો છે અને લોકો તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel