ખબર

પોલીસ સાથેની ઝપાઝપીમાં રાહુલ ગાંધી જમીન પર ખરાબ રીતે પછડાયા, Video થયો વાઇરલ

ઉત્તર પ્રેદેશના હાથરસમાં બનેલી ઘટનાથી આખો દેશ અત્યારે રોષમાં છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પીડિતાના પરિવારને મળવા માટે આજરોજ પોતાના કાફિલા સાથે દિલ્હીથી નીકળ્યા હતા જેમને ગ્રેટર નોએડા પાસે પોલીસ દ્વારા રોકી લેવામાં આવ્યા હતા.

Image Source

રાહુલ ગાંધી હાથરસ તરફ ચાલીને જવા માટે નીકળી ગયા હતા. તે દરમિયાન જ પોલીસ સાથે તેમની ઝપાઝપી થઇ હતી. રાહુલ ગાંધી સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ હતી. પોલીસ સાથે ઝપાઝપી થયા બાદ મોટો હોબાળો પણ મચી ગયો હતો.

Image Source

રાહુલ ગાંધી પોલીસ કાફલાને ધક્કો મારીને આગળ નીકળવા જતા જમીન ઉપર જ ફસડાઈ પડ્યા હતા. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. પોલીસ દ્વારા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લેવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીએ આ ઘટના બાદ આરોપ લગાવ્યો હતો કે, “પોલીસે મને ધક્કો મારીને જમીન પર પાડી દીધો હતો.” રાહુલ ગાંધીએ એમ પણ જણાવ્યું કે “મેં તેમને (પોલીસકર્મીઓ) કહ્યું હતું કે, તમે મને એકલાને જ હાથરસ જવા દો…. કારણ કે એકલા વ્યક્તિ પર કલમ 144 લાગુ નથી પડતી. પરંતુ પોલીસે મને જવા દેવાને બદલે ધક્કો મારીને જમીન પર પાડી દીધો હતો.”

ઉલ્લેખનીય છે કે હાથરસમાં બનેલી ઘટનાના કારણે લોકો રોષમાં છે જેને જોતા જ પોલીસ બંદોબસ્ત પણ ત્યાં લગાવી દેવામાં આવ્યો છે. એવામાં રાહુલ ગાંધી હાથરસ જતા આ મામલો ગરમાયો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.