આ દિગ્ગજ ખેલાડીએ ‘દાદા’ની વાત માની, ભારતનો સૌથી ભરોસાપાત્ર ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કોચ

ભારતનો સૌથી ભરોસાપાત્ર ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કોચ

ટીમ ઈન્ડિયાને ટૂંક સમયમાં નવો કોચ મળવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના આગામી મુખ્ય કોચ હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ ક્રિકેટર દ્રવિડ મુખ્ય કોચ તરીકેની જવાબદારી લેવા માટે સંમત થયા છે. તે બે વર્ષ સુધી આ જવાબદારી સંભાળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન યુએઈ અને ઓમાનમાં યોજાનારા ટી 20 વર્લ્ડકપ બાદ વર્તમાન કોચ રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદેથી હટી જશે. સાથે જ પારસ મહામ્બ્રેને બોલિંગ કોચ બનાવવાની પણ સંભાવના છે.

ન્યૂઝ એજન્સીએ એક સૂત્રને ટાંકીને કહ્યું કે, દ્રવિડ સંમત થયા છે અને હવે એનાતી વધુ કઈ સારું ન હોઈ શકે. હવે અન્ય હોદ્દાઓ પર વિચાર કરવામાં આવશે જ્યારે વિક્રમ રાઠોડ બેટિંગ કોચ તરીકે ચાલુ રહેશે. યુવા ખેલાડીઓના આગમન સાથે ભારતીય ટીમ એક બદલાવના સમયગાળામાંથી પસાર થઈ રહી છે અને આ બધા ખેલાડીઓએ દ્રવિડ સાથે કામ કર્યું છે.

સૂત્રએ વધુમાં ઉમેર્યું કે, જય શાહ અને સૌરવ ગાંગુલીએ દ્રવિડ સાથે વાત કરી અને તેમને ટીમ ઈન્ડિયાના કોચ બનવા માટે સમજાવ્યા. દ્રવિડે હંમેશા ભારતીય ક્રિકેટના હિતોને પ્રથમ રાખ્યા છે જેથી વસ્તુઓ સરળ થઈ જાય. રાહુલ દ્રવિડ જેવા ખેલાડી જો માર્ગદર્શન આપે તો યુવા ખેલાડીઓ અને ટીમ સારું પ્રદર્શન કરશે.

વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કરાર રવિવારથી શરૂ થઈ રહેલા ટી 20 વર્લ્ડ કપ સાથે સમાપ્ત થઈ રહ્યો છે. બીસીસીઆઈ ઓમાન અને સંયુક્ત આરબ અમીરાતમાં ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. ભારત 24 ઓક્ટોબરે દુબઈમાં પાકિસ્તાન સામે ટી 20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આગામી ટી-20 વર્લ્ડ કપ 2021 પછી ટી-20 ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ પણ છોડી દેશે.

YC