કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રતશાસ્ત્રી અને નોબેલ વિજેતા અભિજીત બેનર્જી સાથે આજે ચર્ચા કરી હતી, આ ચર્ચામા મહામારી દરમિયાન આર્થિક સંકટો ઉપર કેવી રીતે નિયંત્રણ પામી શકાય તે માટેની લગભગ અડધા કલાક સુધી ચર્ચા ચાલી હતી.

બેનર્જીએ આ ચર્ચામાં કહ્યું કે “કોરોનાની આર્થિક અસર જોતા હજુ સુધી કોઈ મોટું આર્થિક પેકેજ જાહેર કરવામાં નથી આવ્યું, આપણે જે પેકેજ આપ્યું છે તે જીડીપીના 1 ટકા બરાબર છે જયારે અમેરિકા 10 ટકા સુધી પહોંચી ગયું છે. ” બેનર્જીનું કહેવું છે કે નાના ઉદ્યોગો માટે મોટી રાહત આપવી જરૂરી છે.

અભિજીત બેનર્જીએ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી બે મોટી ચિંતાઓ પણ વ્યક્તિ કરી હતી જેમાં પહેલી કે કંપનીઓના દેવાળું નીકળવાની સ્થિતિને કેવી રીતે રોકી શકાય? તેમનું કહેવું છે કે દેવા માફી જ આનો રસ્તો બની શકે છે. અને બીજી બાબત જણાવતા તેમને કહ્યું હતું કે બજારમાં અત્યારે માંગ નથી, તેને વધારવા માટે ગરીબોને કેટલાક પૈસા આપવામાં આવે અને નીચલા તબક્કાના 60 ટકા લોકોને થોડા પૈસા આપીશું તો કોઈ નુકશાન નહીં થાય.
બેનર્જીએ આ અર્થવ્યવસ્થાને પહોંચી વાળવા માટેના પાંચ સુઝાવ પણ આપ્યા હતા.

એમએસએમઈ માટે લોન પેમેન્ટમાં ત્રણ મહિનાની છૂટ આપી, આ બહુ સારો નિર્ણય છે, પરંતુ એ પણ થઇ શકતું હતું કે સરકાર દેવા માફ કરી અને પોતે જ જવાબદારી સ્વીકારી લેતી.
અસ્થાઈ રેશનકાર્ડની વ્યવસ્થા પણ શરૂ થવી જોઈએ, મને લાગે છે કે ગરીબોને આપવા માટે આપણી પાસે પૂરતા પ્રમાણમાં દાળ અને તેલ છે.

મોટાભાગના ગરીબ લોકો હજુ સિસ્ટમમાં નથી. રાશન આપવા માટે આધાર બેસ્ડ વ્યવસ્થા તેમની ઘણી તકલીફોનું સમાધાન કરી શકે છે.એનજીઓ દ્વારા લોકોને મદદ પહોંચાડવા માટે રાજ્ય સરકારને પૈસા આપવા જોઈએ, કેલિક ભૂલો માટે પણ તૈયાર રહેવું જોઈએ, બની શકે છે કે કેટલાક પૈસા ગરીબો સુધી ના પણ પહોંચી શકે.
જે લોકોને સરકારી યોજનાઓના ફાયદાઓ નથી મળી રહ્યા તેવા લોકોને આમ ભેળવવા માટેના પ્રયાસો કરવા જોઈએ.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.