હલ્દીના રંગમાં રંગાયા રાહુલ ચહર અને ઇશાની, IPL 2022 શરૂ થયા પહેલા લગ્નના બંધનમાં બંધાયા રાહુલ ચહર, હલ્દીની તસવીરો આવી સામે

ક્રિકેટર રાહુલ ચહરે 9 માર્ચ 2022ના રોજ લગ્ન કર્યા હતા. રાહુલ ચાહરે બેંગલુરુ સ્થિત ફેશન ડિઝાઈનર ઈશાની સાથે ગોવામાં સાત ફેરા લીધા. રાહુલ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાનો વતની છે. રાહુલ-ઈશાનીએ ડિસેમ્બર 2019માં સગાઈ કરી હતી. લગ્ન બાદ 12 માર્ચે આગરાની ફાઈવ સ્ટાર હોટલમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈશાની અને રાહુલ બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. રાહુલે ઈન્સ્ટાગ્રામ પર હલ્દી સેરેમની અને લગ્નની તસવીરો શેર કરી છે. આના એક દિવસ પહેલા તેણે મહેંદીની તસવીરો શેર કરી હતી. મહેંદીની તસવીરો શેર કરતા રાહુલ ચહરે લખ્યું, ‘મહેંદીના રંગોથી ભરેલો દિવસ.’

તસવીરોમાં રાહુલ ચહર નારંગી રંગના ડ્રેસમાં જોવા મળ્યો હતો. ત્યારે આજે રાહુલે હલ્દીની વધુ તસવીરો શેર કરી છે, જેમાં તે અને ઇશાની બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે અને હલ્દીના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. રાહુલ અને ઇશાની બંનેએ યલે કલરના આઉટફિટ કેરી કર્યા હતા. રાહુલના લગ્ન પ્રસંગે તેનો પરિવાર પણ સાથે રહ્યો હતો. તેનો ભાઈ અને ભારતીય ક્રિકેટર દીપક ચહર તેની મંગેતર જયા ભારદ્વાજ અને બહેન માલતી ચહર સાથે હાજર રહ્યો હતો.

રાહુલ-ઈશાનીના લગ્નની વિધિ ગોવાની હોટેલ ડબલ્યુમાં થઈ હતી. દીપક ચહર અને માલતી ચહર સહિત અન્ય લોકોએ પણ લગ્નના ફોટા શેર કર્યા હતા. રાહુલ ચહરે અત્યાર સુધીમાં એક વન-ડે અને 6 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે વનડેમાં 3 અને ટી20માં 7 વિકેટ ઝડપી છે. રાહુલ ચહર, 2017થી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નો ટીમનો ભાગ છે. રાહુલ ચહરે 2017માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું.

તે પછી તે 2018થી 2021 સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. IPL 2022 મેગા ઓક્શનમાં તેને પંજાબ કિંગ્સે રૂ. 5.25 કરોડમાં ખરીદ્યો હતો. રાહુલ ચહરે આઈપીએલમાં અત્યાર સુધી 42 મેચ રમી છે. જેમાં તેણે 43 વિકેટ ઝડપી છે. તમને જણાવી દઈએ કે રાહુલ ચહર શરૂઆતમાં ભાઈ દીપક ચહર જેવો ફાસ્ટ બોલર બનવા માંગતો હતો. દીપકને રમતા જોયા બાદ જ તેણે 8 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.

તેના કોચ અને તૌ લોકેન્દ્ર સિંહ ચાહરે તેની ઓછી ઝડપને કારણે તેને સ્પિનર ​​બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ પછી જ રાહુલની બોલિંગમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો. આઈપીએલની 15મી સીઝન શરૂ થવા જઈ રહી છે તે પહેલા ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રાહુલ ચહરે બુધવારે તેની ગર્લફ્રેન્ડ અને મંગેતર ઈશાની જોહર સાથે લગ્ન કર્યા હતા.

વાસ્તવમાં, રાહુલ ચાહર ભારતીય ક્રિકેટ ટીમમાં સ્પિન બોલરની ભૂમિકા ભજવે છે. તે ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરનો નાનો ભાઈ છે. ત્યાં, IPL ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સે રાહુલ ચહરના લગ્ન પછી તેમની શુભેચ્છાઓ ટ્વિટ કરી છે. હલ્દીની વાત કરીએ તો, રાહુલ અને ઇશાનીની હલ્દીમાં બધાએ ખૂબ મસ્તી કરી હતી. જેની તસવીરો રાહુલે શેર કરી છે. એક તસવીરમાં રાહુલ પ્રેમથી ઇશાનીને નિહાળતો પણ જોવા મળ્યો હતો.

Shah Jina