જુઓ લગ્નનો ઠાઠ: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર યુવા ક્રિકેટરે ગોવામાં કર્યા લગ્ન, લગ્નની ના જોયેલી તસવીરો આવી ગઇ સામે

ભારતીય ટીમના સ્ટાર સ્પિનર ​​રાહુલ ચહરે હાલના સમયમાં ટીમ ઈન્ડિયામાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. રાહુલ પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. રાહુલે વર્ષ 2019માં ઈશાની સાથે સગાઈ કરી હતી. ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલરની મંગેતર ખૂબ જ સુંદર છે. રાહુલ ચહર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તે અવારનવાર ઈશાની સાથે તસવીરો શેર કરતો રહે છે. રાહુલ ચહર અને ઈશાની જાહેરમાં પોતાનો પ્રેમ વ્યક્ત કરતા અચકાતા નથી.

રાહુલ ચાહરે વર્ષ 2019માં ઈશાની સાથે સગાઈ કરી હતી. આ સમારોહમાં રાહુલના પિતરાઈ ભાઈ દીપક ચાહરે પણ હાજરી આપી હતી. ક્રિકેટ ચાહકો રાહુલ ચહર અને ઈશાનીના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે આ રાહ પૂરી થઈ ગઈ છે.

રાહુલ ચાહર અને ઈશાનીએ 9 માર્ચે ગોવામાં લગ્ન કર્યા હતા. તેઓએ દરિયા કિનારે આવેલા ગોવામાં ડેસ્ટિનેશન વેન્ડિંગ કર્યા હતા. આ લગ્નમાં ઘણો ઠાઠ જોવા મળી રહ્યો હતો. તેણે બેંગલુરુ સ્થિત ફેશન ડિઝાઈનર ઈશાની જોહર સાથે સાંજના સમયે સાત ફેરા લીધા હતા. મંગળવારે બંનેની મહેંદી સેરેમની થઇ હતી.

જેમાં વર-કન્યા તેમજ તેમના સંબંધીઓના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. રાહુલ ચહર અને ઈશાની જોહરની સગાઈ ડિસેમ્બર 2019માં જયપુરમાં થઈ હતી. કોરોનાના સમયગાળા દરમિયાન તેમના લગ્નની તારીખ લંબાવવી પડી હતી. ક્રિકેટર રાહુલ ચહરે મહેંદી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

પશ્ચિમ ગોવાની હોટેલ ડબલ્યુમાં મંગળવારથી લગ્નની વિધિઓ શરૂ થઈ હતી. સાંજે મહેંદી સેરેમની યોજાઈ હતી. ઈશાનીની સાથે રાહુલના હાથ પર પણ મહેંદી લગાવવામાં આવી હતી. મહેંદી સેરેમનીમાં બંનેના પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. બુધવારે સવારે 9:30 કલાકે હલ્દી વિધિ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, 12 માર્ચે આગરાના ફતેહાબાદ રોડ પર સ્થિત સ્ટાર હોટલમાં તેઓ લગ્નનું રિસેપ્શન આપવાના છે.

રાહુલ અને ઇશાની બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. રાહુલ ચહર અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો હતો, પરંતુ આ વખતે પંજાબ કિંગ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. IPL મેગા ઓક્શન 2022માં રાહુલને 5.25 કરોડની ભારે કિંમત મળી છે. IPLમાં તે પ્રથમ વખત મુંબઈ સિવાય અન્ય ટીમ તરફથી રમશે.

2018થી 2021 સુધી રાહુલ મુંબઈની ટીમનો ભાગ રહ્યો છે. રાહુલ ચહરે ભારત માટે એક ODI અને પાંચ T20 મેચ રમી છે. તેની એક વનડે મેચમાં ત્રણ વિકેટ છે, જ્યારે તેણે પાંચ ટી-20 મેચમાં સાત વિકેટ ઝડપી છે. રાહુલ ચહર ઉપરાંત દીપક ચહરની પણ સગાઈ થઈ ગઈ છે.

તેણે સ્ટેડિયમમાં જ IPL મેચ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું હતું. કહેવામાં આવી રહ્યુ છે કે, દીપક પણ જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. ​રાહુલ ચહર અને તેની મંગેતર ઈશાની જોહર 9 માર્ચ 2022ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે.

અગાઉ ડિસેમ્બર 2019માં બંનેએ જયપુરમાં સગાઈ કરી હતી. તે સમયે ભારતીય ક્રિકેટરની ઉંમર માત્ર 20 વર્ષની હતી. તે અને ઈશાની તે પહેલા 3-4 વર્ષથી એકબીજાને ઓળખતા હતા. ધીમે-ધીમે બંનેની ટીનેજ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

ઈશાની જોહર ફેશન ડિઝાઈનર છે. તે રાહુલ ચાહરને છેલ્લા 6-7 વર્ષથી ઓળખે છે. 2019માં, બંનેએ તેમની મિત્રતાને પ્રેમમાં પરિવર્તિત કરી અને એકબીજા સાથે સગાઈ કરી.

રાહુલ ચહર ભારતીય ઝડપી બોલર દીપક ચહરનો પિતરાઈ ભાઈ છે. 2019માં, દીપકે રાહુલની સગાઈના ફોટા શેર કર્યા હતા. માલતી ચહરે પણ તે સમયે રાહુલ ચહરની સગાઈનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં રાહુલ ઈશાનીને ગુલાબ સાથે પ્રપોઝ કરી રહ્યો હતો અને તેણે રિંગ પણ પહેરાવી હતી.

Shah Jina