રાહુલ ચાહર મંગેતર ઇશાની સાથે ગોવામાં મનાવી રહ્યો છે વેકેશન, શેર કરી દિલને સ્પર્શી જાય તેવી તસવીર

આવા કપરા કાળમાં આટલી સુંદર ફિયાન્સ સાથે જલસા કરી રહ્યો છે ક્રિકેટર, જુઓ PHOTOS

IPL-14ના મોકૂફ રહ્યા બાદ કેટલાક ખેલાડીઓ છુટ્ટીઓ મનાવવા માટે નીકળી ગયા છે. દિલ્હી કેપિટલ્સના યુવા બલ્લેબાજ પૃથ્વ શોની ગોવા પહોંચવાની ખબર આવી હતી, શો ઉપરાંત મુંબઇ ઇન્ડિયન્સના સ્પિનર રાહુલ ચાહર પણ ગોવામાં છે.

આઇપીએલ 2021 સ્થગિત થયા બાદ મુંબઇ ઇન્ડિયન્સના સ્પિનર રાહુલ ચાહર આ દિવસોમાં મંગેતર ઇશાની સાથે ગોવામાં છુટ્ટી મનાવી રહ્યા છે અને મસ્તી કરી રહ્યા છે. ચાહર હાલ બ્રેક પર છે તેને ઇંગ્લેન્ડ દોર માટે ટીમ ઇંડિયામાં પસંદ કરવામાં આવ્યો નથી.

તમને જણાવી દઇએ કે, રાહુલ ચાહરે ઇશાની સાથે ડિસેમ્બર વર્ષ 2019માં સગાઇ કરી હતી. ચાહર સોશિયલ મીડિયા પર ઘણીવાર ઇશાની સાથે તસવીરો શેર કરતો રહે છે. હાલમાં જ તેણે તેની મંગેતર સાથે તસવીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Rahul Chahar (@rdchahar1)

ઇશાની આઇપીએલ 2020માં ચાહર સાથે સંયુક્ત અરબ અમીરાત ગઇ હતી અને આ સિઝનમાં તે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ સાથે બાયોબબલમાં હાજર હતી. આ સિઝનમાં રાહુલે કમાલની બોલિંગ કરતા સાત મેચોમાં 11 વિકેટ લીધી છે.

આઇપીએલ 14 દરમિયાન ઇશાની સાથે એક તસવીર શેર કરી હતી જેમાં તેણે મંગેતર ઇશાનીને હેર સ્ટાઇલિસ્ટ જણાવી હતી.

રાહુલ ચાહર હાલમાં જ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ થયેલી ટી-20 સીરીઝમાં ટીમ ઇંડિયાનો હિસ્સો હતો. તેણે તેનું ઇન્ટરનેશનલ ડેબ્યુ વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ વર્ષ 2019માં ટી20થી કર્યુ હતુ. રાહુલે 2017માં આઇપીએલમાં ડેબ્યુ કર્યુ હતુ. આ સિઝનમાં તેણે 3 મેચ રમી હતી અને 2 વિકેટ લીધી હતી.

Shah Jina