મુંબઇ ઇન્ડિયન્સના સ્પિનર રાહુલ ચહરે તેની મંગેતર વિશે કર્યો ખુલાસો, હિરોઇનોને ટક્કર મારે એવી ફિયાન્સ મળી

મુંબઈના બોલર રાહુલ ચાહરની ફિયાન્સીની સુંદરતા તો જુઓ, ઊફ્ફફ્ફ્ફ નસીબ હોય તો આવા

મુંબઇ ઇન્ડિયન્સના સ્પિનર રાહુલ ચહરે IPLની 14મી સિઝનમાં શરૂઆતની મેચમાં સારી બોલિંગ કરી હતી. રાહુલે આ સીઝનમાં અત્યાર સુધીમાં ત્રણ મેચો રમી છે. જેમાં તેણે 7 વિકેટ લીધી છે. રાહુલ ચહર આ સિઝનમાં તેના પ્રદર્શન ઉપરાંત તેની હેર સ્ટાઇલને લઇને પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે.

તમને જણાવી દઇએ કે, રાહુલના હેર સ્ટાઇલથી ચાહકો ઘણા ઇમ્પ્રેસ છે. બધા એ જાણવા ઇચ્છે છે કે આખરે તેની હેર સ્ટાઇલિસ્ટ કોણ છે. જે બાદ રાહુલે તેના ચાહકોને તેની હેર સ્ટાઇલિસ્ટને મળાવ્યા છે.

રાહુલ પોતાની રમતની સાથે પોતાની યુનિક હેર સ્ટાઈલ માટે પણ ચર્ચામાં રહે છે. રાહુલ ચહરે ખુદ પોતાની હેર સ્ટાઈલ અંગે રસપ્રદ ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેની હેર સ્ટાઈલીશ બીજી કોઈ નહીં પણ તેની મંગતર ઈશાની છે.

મુંબઈ ઈન્ડિયન્સના લેગ સ્પિનર રાહુલ ચહરે મંગળવારે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર પોતાની એક તસવીર શેર કરી હતી. જેમાં તે પોતાની ફિયાન્સી સાથે જોવા મળ્યો હતો. ફોટોની સાથે રાહુલે કેપ્શનમાં લખ્યું- ‘ મારી હેર સ્ટાલિસ્ટને મળો.’

 

View this post on Instagram

 

A post shared by Rahul Chahar (@rdchahar1)

રાહુલ ચહરે ગર્લફ્રેન્ડ ઈશાની સાથે 12 સપ્ટેમ્બર, 2019માં સગાઈ કરી હતી. આ પહેલા બંને 5 વર્ષ સુધી રિલેશનમાં હતા. રાહુલ ચહર સામાન્ય રીતે પોતાની અને ફિયાન્સીની તસવીરો શેર કરતો રહે છે.

રાહુલ ચહરના IPL કરિયરની વાત કરીએ તો તેણે 34 મેચો રમી છે. રાહુલે 37 વિકેટ લીધી છે અને તેણે વર્ષ 2017માં આઇપીએલમાં ડેબ્યુ કર્યુ હતુ. તે સીઝનમાં તેણે 3 મેચ રમી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rahul Chahar (@rdchahar1)

ઉલ્લેખનીય છે કેે, રાહુલનો કઝિન દીપક ચહર પણ આ સીઝનમાં છવાયેલો છે. દીપક ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમનો ભાગ છે. તેણે પંજાબ કિંગ્સ વિરૂદ્ધ ચેન્નાઇની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. દીપક ચહરે તે મેચમાં 4 વિકેટ લીધી હતી.

 

Shah Jina