ખેલ જગત

મુંબઇ ઇન્ડિયન્સના સ્પિનર રાહુલ ચાહર આ હસીનાના પ્રેમમાં થઇ ગયા છે કેદ, જુઓ બંનેની રોમેન્ટિક તસવીરો

ક્રિકેટર રાહુલ ચાહરને આ હસીનાએ કર્યો ક્લીન બોલ્ડ, જુઓ અનદેખી તસવીરો

ટીમ ઇન્ડિયા અને મુંબઇ ઇન્ડિયન્સના ક્રિકેટર રાહુલ ચાહર તેમની શાનદાર બોલિંગથી ચાહકોને દીવાના બનાવી લે છે. આ ઉપરાંત તે પ્રેમની પિચ પર પણ ઘણા સફળ રહ્યા છે. રાહુલ ચાહર ઘણા સમયથી તેમની મંગેતરના પ્રેમમાં કેદ થઇ ગયા છે. રાહુલ ચહરે ગર્લફ્રેન્ડ ઈશાની સાથે 12 સપ્ટેમ્બર, 2019માં સગાઈ કરી હતી.

આ પહેલા બંને 5 વર્ષ સુધી રિલેશનમાં હતા. રાહુલ ચહર સામાન્ય રીતે પોતાની અને ફિયાન્સીની તસવીરો શેર કરતો રહે છે. રાહુલ ચાહર અને ઇશાની ઇન્સ્ટાગ્રામ પર ખુલ્લેઆમ પ્રેમનો ઇઝહાર કરવાથી પણ પરહેજ નથી રહેતા. ક્રિકેટ ચાહકો હવે રાહુલ અને ઇશાનીના લગ્નની રાહ જોઇ રહ્યા છે. જો કે, કપલે હજી સુધી એ વાતનો ખુલાસો નથી કર્યો કે તે કયારે લગ્ન કરશે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ચાહર ઇંગ્લેન્ડ વિરૂદ્ધ થયેલી ટી-20 સીરીઝમાં ટીમ ઇંડિયાનો ભાગ હતો. તેણે તેનું ઇન્ટરનેશનલ ડેબ્યુ વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ વર્ષ 2019માં ટી20થી કર્યુ હતુ. રાહુલે 2017માં આઇપીએલમાં ડેબ્યુ કર્યુ હતુ. આ સિઝનમાં તેણે 3 મેચ રમી હતી અને 2 વિકેટ લીધી હતી. આઇપીએલ 14 દરમિયાન ઇશાની સાથે એક તસવીર શેર કરી હતી જેમાં તેણે મંગેતર ઇશાનીને હેર સ્ટાઇલિસ્ટ જણાવી હતી.

ઇશાની આઇપીએલ 2020માં ચાહર સાથે સંયુક્ત અરબ અમીરાત ગઇ હતી અને આ સિઝનમાં તે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ સાથે બાયોબબલમાં હાજર હતી. આ સિઝનમાં રાહુલે કમાલની બોલિંગ કરતા સાત મેચોમાં 11 વિકેટ લીધી છે.

આઇપીએલ 2021 સ્થગિત થયા બાદ મુંબઇ ઇન્ડિયન્સના સ્પિનર રાહુલ ચાહર મંગેતર ઇશાની સાથે ગોવામાં વેકેશન મનાવવા ગયા હતા. તે દરમિયાનની પણ તે બંનેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.