ફિલ્મી દુનિયા

હોટેલના રૂમમાં આ બૉલીવુડ એક્ટરે મંગાવ્યા કેળા, બિલ જોઈને ઉડી ગયા હોશ- વાંચો સમગ્ર મામલો

કેળા આમ જોવા જઈએ તો સામાન્ય ફળ છે. બહુ મોંઘાના હોવાને કારણે કેળા બધા લોકો ખાઈ શકે છે. સામાન્ય રીતે કેળાની કિંમત 40 થી 50 રૂપિયે ડઝન હોય છે. પરનું શું તમે ક્યારે પણ જાણ્યું છે કે 2 કિલો કેળાની કિંમત  442.50 હોઈ શકે ? આ કિંમત સાંભળીએ તમને વિશ્વાસ અહીં આવે પરંતુ આ સાચું છે.


રાજુલ બોસ એક સારો અભિનેતા છે. પરંતુ તે લાઈમલાઈટથી દૂર રહે છે. હાલમાં જ એક વીડિયોને કારણે રાહુલ ચર્ચામાં આવ્યો છે. આ વિડીયો ખુદ રાહુલે તેના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.  રાહુલને એક ફાઈવ સ્ટાર હોટેલમાં 2 કિલો કેળાની ભારે કિંમત ચૂકવવી પડી હતી.


રાહુલે વીડિયોમાં જણાવ્યું છે કે,’આ વીડિયો હું ચંડીગઢમાં શૂટ કરું છું. આ જેડબ્લ્યુ મેરીઅટ હોટેલનું ખુબસુરત સ્વીટ છે.  મેં જીમમાં વર્ક આઉટ કર્યા બાદ 2  કિલો કેળા મંગાવ્યા હતા. પરંતુ તમે જરા બિલ જુઓ. હોટેલે 2 કિલો કેળાના 442 રૂપિયાનું બિલ બનાવ્યું હતું.


રાહુલે બિલ પણ શેર કર્યું હતું. તેને વીડિયોના કેપશનમાં લખ્યું હતું કે, ‘તમને ભરોસો આપવા માટે આ બિલ બતાવવું જરૂરી છે.  કોણ કહે છે કી ફળ તમારા માટે નુકસાનકારક નથી. આ ટ્વીટ સાથે રાહુલે તે ફાઈવ સ્ટાર હોટેલને પણ ટેગ કરી છે. વીડિયોમાં કેળા અને બિલ પણ બતાવવામાં આવ્યું છે.’


આ લખાય છે ત્યારે આ વીડિયોને અત્યાર સુધીમાં 44 હાજર લોકોએ જોઈ લીધો છે. તો ફેન્સે રાહુલની આ પોસ્ટ મર કમેન્ટ પણ કરી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks