જ્યોતિષ શાસ્ત્રની અંદર રાહુ કેતુને દુષિત ગ્રહ માનવામાં આવ્યો છે. આ બંને ગ્રહોના રાશિ પરિવર્તન કરવાનો સમય પણ એક જ હોય છે. સપ્ટેમ્બર 2020ના રોજ રાહુ વૃષભ રાશિ અને કેતુ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષમાં રાહુ કેતુને છાયા ગ્રહ માનવામાં આવ્યો છે. આ બંનેના પ્રભાવથી કોઈ વ્યક્તિનું બન્યું બનાવેલું જીવન પણ ઉજળી શકે છે. તો વળી તેના પ્રભાવથી માણસ સફળતાની ઊંચાઈ પણ આંબી શકે છે.
રાહુ ગ્રહ 23 સપ્ટેમ્બરના સવારે 5:28 વાગે મિથુન રાશિ માંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. અહીંયા 12 એપ્રિલ 2022 સુધી સ્થિત રહેશે.તો કેતુનું ગોચર 23 સપ્ટેમ્બર સવારે 7:38 વાઘે ધન રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં થશે. તે પણ અહીંયા 12 એપ્રિલ 2022 સવારે 8:44 સુધી રહેશે. ચાલો જોઈએ ક 3 સપ્ટેમ્બરથી રાહુ અને કેતુના રાશિ પરિવર્તનથી 12 રાશિઓ ઉપર કેવો પરબભાવ પાડવાનો છે.
1. મેષ રાશિ:
મેષ રાશિના જાતકો માટે આ ગોચર શુભ પરિણામ લઈને આવશે. તમારા જીવનના ઘણા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકવાની સંભાવના છે. તમારી સકારાત્મકતા અને સાહસમાં વૃદ્ધિ થશે. પારેવારિક જીવનમાં થોડો ઉત્તર ચઢાવ રહેશે. વૈવાહિક જીવનમાં તમારે અસમંજસની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

2. વૃષભ:
રાહુ કેતુના રાશિ પરિવર્તનના કારણે તમારા માટે થોડી સ્થિતિ ખરાબ થઇ શકે છે. આર્થિક મામલામાં સાવચેતી રાખવાની જરૂર છે. ખર્ચ વધવાના કારણે તમારું બજેટ પણ બગાડી શકે છે. પરિવારના સભ્યો વચ્ચે થોડો મનમોટાવ થઇ શકે છે.વાતચીત દરમિયાન સાવધાની રાખવી.
3. મિથુન:
મીઠું રાશિના જાતકો માટે પણ આ સમય થોડો કઠિન રહેવાનો છે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આ સમય દરમિયાન તમે માનસિક તણાવમાં રહી શકો છો. કામકાજ સાથે જોડાયેલા નિર્ણયો લેવામાં મુશ્કેલી થઇ શકે છે. વિચારીને જ કોઈપણ નિર્ણય લેવો.

4. કર્ક રાશિ:
કર્ક રાશિના જાતકોને વિદેશ યાત્રા કરવાનો અવસર મળી શકે છે. આ સમય દરમિયાન તમારું અટવાયેલું ધન પાછું આવી શકે છે સાથે ખર્ચમાં પણ વૃદ્ધિ થશે. સારું રહેશે કે તમે તમારું બજેટ નક્કી કરી લો. કામકજાના ક્ષેત્રમાં સાવધાન રહેવું.
5. સિંહ:
સિંહ રાશિના જાતકો માટે આવનાર સમય શુભ ફળ આપનારો બનવાનો છે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે. કામકાજના ક્ષેત્રમાં તમને સારા પરિણામ મળશે. વીરિષ્ઠ અધિકારીઓ તમારા પ્રદર્શનથી ખુશ થશે. પરિવારનું વાતાવરણ પણ સારું રહેશે.

6. કન્યા:
કન્યા રાશિના જાતકોએ આ સમયે ધીરજથી કામ લેવું પડશે. રાહુ કેતુના પરિવર્તનના કારણે તમારા કામકાજના ક્ષેત્રોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઘરના સદસ્યોનો સાથ મળશે. તમારી રુચિ આધ્યાત્મ તરફ બની શકે છે. માનસિક રીતે તમારી જાતને શાંત રાખવાનો પ્રયત્ન કરવો.
7. તુલા:
આ ગોચરના કારણે તમારા બનતા કામ અટકી શકે છે. તમારે કિસ્મતની જગ્યાએ તમારી મહેનત ઉપર ધ્યાન રાખવું પડશે.દરેક પ્રકારની ચુનોતીઓનો સામનો કરવા માટે પોતાની જાતને તૈયાર રાખવી.

8. વૃશ્ચિક:
આ રાશિના જાતકોને વાહન ચલાવતી વખતે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે, ઉચ્ચ શિક્ષા મેળવી રહેલા વિદ્યાર્થીઓને લાભ મળશે. જો તમે સંશોધનના કામ જોડાયેલા છો તો તમને ફાયદો થશે. વૈવાહિક જીવન ખુશહાલ રહેશે.
9. ધન:
વ્યાપારથી જોડાયેલા લોકોને મુશ્કેલી થઇ શકે છે. પાર્ટનરશીપનો ધંધો કરી રહેલા લોકોને મરજી મુજબનો નફો નહીં મળે. તમારા વેપારને લગતી બાબતોની ચકાસણી કરીને આગળના પગલાં ભરવા. આ સમયે જીવનસાથી સાથે મનમોટાવ થઇ શકે છે.

10. મકર:
આ સમય દરમિયાન તમારું બજેટ બગાડી શકે છે. તમારા ખર્ચમાં વધારો થશે. તમારી પૈસાની લેવડ-દેવડ સાથેના જોડાયેલા નિર્ણયો સમજી વિચારીને લેવા. તમારો શત્રુ પક્ષ પણ તમારા ઉપ્પર હાવી રહેશે. તમારે સતર્ક રહેવું જેના કારણે એ તમને નુકશાન ના કરી શકે.
11. કુંભ:
કુંભ રાશિના લોકોને સંતાન પક્ષ સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમે તેને લઈને ચિંતામાં રહેશો. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં અવરોધ આવી શકે છે. પરંતુ તમારે ધીરજથી કામ લઈને મહેનત કરવી. લવ લાઈફમાં પણ સ્થિતિ ખાસ નહીં રહે.

12. મીન:
આ સમય દરમિયાન ઘરના વૃદ્ધ વડીલોની તબિયતનું ખાસ ધ્યાન રાખવું. પરિવારના સદસ્યો સાથે તાલમેલ બનાવીને ચાલવું. આ સમય દરમિયાન ધીરજથી કામ લેવું, ઉગ્ર થવાના કારણે તમારા સુખમાં પણ ખોટ આવી શકે છે.