જ્યોતિષ શાસ્ત્ર

વર્ષો પછી રાહુ-કેતુ થયા ખુશ, ખુલશે સફળતા અને ધન પ્રાપ્તિના રસ્તા- જાણો તમારી રાશિ છે કે નહિ

રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. રાહુ મિથુન રાશિમાં અને કેતુ મકર રાશિમાં સ્થાન ગ્રહણ કરવા જઈ રહ્યા છે. આ પરિવર્તન પહેલા રાહુ મિથુન રાશિ અને કેતુ ધનુ રાશિમાં હતા. તેના પછી દર 18 મહિને આ બંને ગ્રહ પોતાનું સ્થાન બદલશે.

Image Source

કેટલાક ગ્રહો અનુસાર મિથુન રાશિમાં સહુ ઉંચો માનવામાં આવે છે. રાહુ કેતુનું આ પરિવર્તનની આર્થિક પરિસ્થિતિ પણ અસર પડે છે. આ રાશિ અનુસાર તમારા કેટલો લાભ થશે ચાલો જોઈએ…

1. મેષ – અ,લ,ઈ (Aries):
નવી ઉર્જાનો સંચાર વધશે. આર્થિક પરિસ્થિતિ સારી થશે. થોડી તકલીફોને સામનો કરવો પડશે. નાની મોટી યાત્રા કરવી પડશે. તમારા કમાવવાના સાધનમાં વધારો થશે.

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આ રાશિના જાતકોને બીજા સ્થાને રાહુ અને આઠમા સ્થાને કેતુ હોવાથી કમાઈમાં વધારો થશે પરંતુ તેમને ચામડી સંબંધિત રોગ થવાની શક્યતા છે. વિવાદોમાં સફળતા મળશે. કંઈક નવું કરવાની તક મળશે. નોકરીમાં પ્રગતિ થઇ શકે છે. રમત ગમત ક્ષેત્રે સફળતા મળશે.

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
તમારા વર્તનમાં ચિડચિડાપણું આવી શકે છે. આર્થિક નિર્ણય લેવામાં નિષ્ફળ જશો. દૂર યાત્રા કરવી પડી શકે છે, ખર્ચમાં સતત વધારો થશે અને ફાયદામાં ઘટાડો થશે.

4. કર્ક – ડ,હ (Cancer):
રાહુ આ રાશિમાંથી નીકળી ગયા છે. પારિવારિક શાંતિ મળશે જીવનમાં શાંતિનો અનુભવ થશે. સંતાનથી પણ ખુશી મળશે. લાંબા સમયથી ચાલી આવતી તકલીફોનું નિવારણ થશે. નવી કાર્ય યોજના બનાવી શકશે. આર્થિક બાબતમાં પ્રગતિ થશે.

5. સિંહ – મ,ટ (Lio):આ પરિવર્તનથી આ રાશિના લોકોને ખુબ જ સફળતા મળશે, કારકિર્દીમાં સુવર્ણ તક મળશે. કામમાં વિવાદ થઇ શકે છે પરંતુ સ્થિતિ પછી સારી થઇ જશે. બધી જ બાબતમાં ધીરજથી કામ કરવું પડશે. તમે વિચાર્યા કરતા વધારે ફાયદો થશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિમાં રાહુ દસમા અને કેતુ ચોથા સ્થાને હોવાથી કામનો બગાડ થવાની સંભાવના છે. ન ગમતું કામ પણ કરવું પડશે. કોઈ પણ નજીકના વ્યક્તિ સાથે વિવાદ થવાની શક્યતા છે. વીજળીવાળી વસ્તુઓથી સાવધાની રાખવી. ધંધામાં પણ દગો મળી શકે છે. વિવાદમાં પાછળ હટવું સારું રહેશે.

7. તુલા – ર,ત (Libra):રાહુ નવમા સ્થાને સ્થિત રહેશે. ભાગીદારો સાથેના સંબંધમાં કડવાહટ આવી શકે છે. આર્થિક સંકટ આવી શકે છે સાવધાન રહો, ખોટા રસ્તે જવાની શક્યતા છે. ખરાબ વસ્તુઓથી દૂર રહેવું.

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આઠમા સ્થાને રાહુ અને બીજા સ્થાને કેતુથી જીવનમાં થોડી તકલીફો આવી શકે છે. નિરાશા તમને ઘેરી લેશે. કામ સમયસર પૂરું નહીં થઇ શકે. વાહનોથી સાવધાની રાખવી અને વિવાદોથી દૂર રહેવું, ઘરેલુ ઝગડા બહાર આવી શકે છે. જોખમી કામોથી દૂર રહેવાનો પ્રયાસ કરવો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
રાહુ સાતમા સ્થાને રહેશે અને કેતુ લગ્નમાં રહેશે. પાર્ટનરશીપમાં થોડી તકલીફો આવશે. થોડો મતભેદ ઉભો થઇ શકે છે. વિવાદોને ખતમ કરવાનો સારો સમય છે. આર્થિક બાબત સાથે સંકળાયેલા કોર્ટના નિર્ણય તમારા પક્ષમાં આવશે.

10. મકર – જ, ખ (Capricorn):
કેતુ રાશિમાંથી નીકળી જશે અને રાહુની દ્રષ્ટિ પણ ખતમ થઇ જશે. સમય બધી રીતે સારો હશે. શત્રુ તમને હેરાન કરી શકે છે પણ તેઓ તમને કોઈ પણ પ્રકારની હાનિ નહીં પહોંચાડી શકે. તમારી બધી ચિંતાઓ દૂર થઇ જશે. ધાર્મિક કામ તરફ આકર્ષિત થશો. નવું મકાન ખરીદવાનો યોગ બની રહ્યો છે.

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
રાહુ પાંચમા સ્થાને અને કેતુ અગિયારમાં સ્થાને સ્થાપિત થશે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી થશે. આર્થિક પ્રગતિનો યોગ બની રહ્યો છે. તમારી બધી જ યોજનાઓમાં સફળતા હાથ આવશે. ધન લાભ થશે. બેન્ક બેલેન્સમાં વધારો થવાની શક્યતા છે.

12. મીન – દ,ચ,જ,થ(Pisces):આ રાશિના જાતકોમાં રાહુ ચોથા અને કેતુ દસમા સ્થાને હશે. આર્થિક ક્ષેત્રમાં થોડી તકલીફો આવી શકે છે. ઘૂંટણ, સાંધા અથવા ક્ષય જેવા રોગ હેરાન કરી શકે છે. પરિવારનો સાથ ઓછો રહેશે. સંતાન હેરાન કરી શકે છે. મનગમતું કામ કરવામાં તકલીફો આવી શકે છે. ઊંઘ ઓછી થઇ જવાની શક્યતા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.