મે મહિનો ઘણી રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આ મહિને ફક્ત ગુરુ ગ્રહ જ નહીં, પરંતુ રાહુ અને કેતુ જેવા માયાવી ગ્રહો પણ પોતાનો માર્ગ બદલશે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે ગ્રહ જ્યારે રાશિ બદલે કે નક્ષત્ર બદલે તો તેની અસર વ્યક્તિના જીવન પર પડે છે. ગ્રહોની ચાલમાં થયેલો શુભ ફેરફાર વ્યક્તિના જીવનમાં ખુશીઓ ભરી શકે છે જ્યારે ગ્રહોની સ્થિતિ પ્રતિકૂળ હોય તો જીવનમાં ઊથલપાથલ થઈ જાય છે.
રાહુ અને કેતુ 18 મેના રોજ પોતાની રાશિ બદલશે. આ દિવસે રાહુ મીન રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તે જ સમયે, કેતુ કન્યા રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. રાહુની રાશિ પરિવર્તનને કારણે મીન રાશિના લોકોને માયાવી ગ્રહથી મુક્તિ મળશે. તે જ સમયે સિંહ રાશિમાં કેતુના ગોચર સાથે, કન્યા રાશિના લોકોને છાયા ગ્રહથી પણ રાહત મળશે.પરિવર્તનની અસર રાશિઓ પર દોઢ વર્ષ સુધી રહેશે. રાહુ વ્યક્તિની અંદર ભ્રમ, લાલચ અને અચાનક ફેરફારનો ભાવ વધારે છે. જ્યારે કેતુ મોક્ષ, ત્યાગ અને આંતરિક શાંતિ લાવે છે.
રાહુ-કેતુના ગોચરની અસર
રાહુ કેતુના પરિવર્તનથી કુંભ, સિંહ, મીન અને કન્યા રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આ રાશિ પરિવર્તન વિચારમાં ફેરફાર કરશે અને જીવનમાં કંઈ છુટી જવાના તો કંઈક મળી જવાના યોગ સર્જાશે. કુંભ રાશિના લોકોને રાહુ અચાનક પ્રસિદ્ધિ આપી શકે છે. જીવનમાં નવો ફેરફાર થઈ શકે છે પરંતુ આ સમય દરમિયાન ભ્રમથી બચીને રહેવું. ખોટો જો ઉતાવળમાં ખોટો નિર્ણય લઈ લેશો તો પસ્તાવો થશે.કેતુનું રાશિ પરિવર્તન એ વાતનો સંકેત કરે છે કે સિંહ રાશિના લોકોએ અહંકાર છોડી આગળ વધવું. સંબંધોની વાત હોય તો હું પદ છોડી આપણે સાથે એવી ભાવના આ સમયે રાખવી જરૂરી છે.
અશુભ પ્રભાવથી બચવાનો ઉપાય
રાહુ અને કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે 18 મે પછી દર બુધવારે ગણેશજીને દુર્વા અર્પણ કરો. સાથે જ ઓમ રાં રાહવે નમ: અને ઓમ કેં કેતવે નમ: મંત્રનો જાપ કરો.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)