ફિલ્મી દુનિયા

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ રેકેટમાં ઝડપાયેલી હોટ અભિનેત્રીની ચાલાકી પકડાઈ ગઈ, પેશાબના સેમ્પલમાં કર્યો કાંડ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતમાં હવે ડ્રગ્સ કનેક્શન સામે આવી રહ્યું છે જેને લઈને ઊંડી તપાસ પણ ચાલી રહી છે ત્યારે બીજીબાજુ કન્નડ ફિલ્મોની જાણીતી અભિનેત્રી રાગિની દ્વિવેદીની ધરપકડ કરવામાં આવી છે.

રાગિનીના બેંગ્લોર સ્થિત ઘર ઉપર શુક્રવારના રોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છાપામારી કરી હતી. ડ્રગ્સની સપ્લાય, વપરાશ અને ખરીદી કરવાના મામલામાં રાગિની સાથે પુછપરછ કરવામાં આવી રહી છે.

રાગિની સાથે બીજા એક આરોપો વિરેન ખન્નાની પણ ધરપકડ કરવામાં આવી છે. વિરેનની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે. વિરેન મોટી મોટી પાર્ટીઓનું આયોજન કરતો હતો, જેમાં ડ્રગ્સનો વપરાશ કરવામાં આવતો હતો.

સૂત્રો અનુસાર રાગિનીને ડ્રગના ટેસ્ટિંગ માટે કર્ણાકટના બેંગ્લોરની કેસી અસ્પતાલમાં લાવવામાં આવી હતી, જ્યાં તેણે તેના પેશાબના સેમ્પલ આપવાના હતા. પોલીસ સુત્રો પ્રમાણે અભિનેત્રી રાગિનીએ યુરિનના સેમ્પલમાં પાણી ભેળવેની તેને બગાડી નાંખ્યું હતું. પોલીસને સેમ્પલમાં ખામી અંગેની જાણ થતાં જ રાગિનીને બીજો સેમ્પલ આપવા જણાવ્યું હતું. પણ જો કે પોલીસે પછી પૂરેપૂરી કાળજી લીધી હતી કે રાગિની ફરીથી સાથે ચેડાં ન કરે. પોલીસે તપાસ માટે રાગિનીના વાળના નમૂના પણ લીધા છે અને આ નમૂનાઓ હૈદરાબાદની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

પોલીસએ આપેલી માહિતી પ્રમાણે આ ટેસ્ટ દ્વારા તે જાણી શકાય છે કે જેના પર શંકા છે એ માણસે છેલ્લા 4-5 મહિનામાં ડ્રગ્સ લીધું છે કે નહીં. આ નમૂના તપાસ ટીમને એક મહત્વપૂર્ણ ચાવી આપી શકે છે. મુદ્દાની વાત છે કે રાગિનીની NDPS નિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં રાગિની સિવાય પોલીસે RTO કારકુન રવિશંકર, ઈન્ટિરિયર ડિઝાઇનર રાહુલ, પાર્ટી હોસ્ટ વિરેનની ધરપકડ કરી છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.