ખબર ફિલ્મી દુનિયા

ડ્રગ્સ કેસમાં હવે આ જાણીતી અભિનેત્રીની થઈ ધરપકડ, બહાર આવી શકે છે મોટા ખુલાસા

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતમાં હવે ડ્રગ્સ કનેક્શન સામે આવી રહ્યું છે જેને લઈને ઊંડી તપાસ પણ ચાલી રહી છે ત્યારે બીજીબાજુ કન્નડ ફિલ્મોની જાણીતી અભિનેત્રી રાગિની દ્વિવેદીની ધરપકડ કરવામાં આવી છે.

Image Source

રાગિનીના બેંગ્લોર સ્થિત ઘર ઉપર શુક્રવારના રોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છાપામારી કરી હતી. ડ્રગ્સની સપ્લાય, વપરાશ અને ખરીદી કરવાના મામલામાં રાગિની સાથે પુછપરછ કરવામાં આવી રહી છે.

Image Source

રાગિની સાથે બીજા એક આરોપો વિરેન ખન્નાની પણ ધરપકડ કરવામાં આવી છે. વિરેનની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે. વિરેન મોટી મોટી પાર્ટીઓનું આયોજન કરતો હતો, જેમાં ડ્રગ્સનો વપરાશ કરવામાં આવતો હતો. આરોપીને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ડ્રગ્સના મામલામાં અત્યારસુધી રાગિની સમેત કુલ ચાર લોકોંની ધરપકડ કરવામાં આવી છે.

Image Source

જોવા જઈએ તો અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યું છે જેની તપાસ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો કરી રહ્યું છે. તપાસ દરમિયાન આ રેકેટના તાર કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પણ જોડાયેલા જોવા મળ્યા. જ્યારબાદ તપાસમાં રાગિની દ્વિવેદીનું નામ સામે આવ્યું.

રાગિની દ્વિવેદી એક સમયની કન્નડ ફિલ્મોની મોટી સ્ટાર રહી ચુકી છે. હવે બેંગ્લોર પોલીસની સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ તેની ડ્રગ્સ કારોબારીઓ સાથેના સંબંધોની તપાસ કરી રહી છે. તેના મિત્ર અને સરકારી કર્મચારી રવિની ધરપકડ બાદ રાગિનીને ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવી હતી, પરંતુ રાગિની ગઈ નહોતી. તેને ટ્વીટ કરીને થોડો સમય માંગ્યો હતો. તેને લખ્યું હતું કે: “એક જવાબદાર નાગરિક હોવાના કારણે મારી એ ફરજ બને છે કે હું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સહયોગ કરું. હું કંઈજ છુપાવવા નથી માંગતી.”

Image Source

હવે સવાલ એ છે કે રાગિનીની આ ડ્રગ્સ તસ્કરી અને વેચાણમાં શું ભૂમિકા છે. બેંગ્લોર પોલીસના કમિશ્નર કમલ પંતે હાલમાં આ વિશે જાણકારી આપવાની ના કહી છે. કન્નડ ફિલ્મોના જાણીતા પ્રોડ્યુસર ઈંદ્રજિત લંકેશ પોતે જ સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા તેમને કન્નડ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા નામચીન 15 લોકોના નામ ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યા હતા. તે બે વખત પોલીસને પોતાનું નિવેદન આપી ચુક્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.