રસોઈ

આજે જ બનાવો સ્વાદિષ્ટ રાગીના લોટ ની રોટલી, ઘઉં ની રોટલી ને પણ ભૂલી જાશો, નોંધી લો રેસિપી….

રાગી એ એક પોષ્ટીક અનાજ છે. અને એને ખાવા નો સૌથી સારી રીત છે રાગી ની રોટલી. આ ડાયાબીટીશ ના રોગી ઓ માટે ખુબ ફાયદા કારક છે. આ કુરકરી પોષ્ટીક નરમ રોટલી રાગી, કરીપત્તા, લીલી કોથમરી અને ડુંગળી સાથે બનાવવા મા આવે છે. આ સવાર ના કે સાંજ ના નાસ્તા મા પીરસવા માટે નો સારો વિકલ્પ છે. આને બનાવી ખુબ આસાન છે. પહેલા રાગી ના લોટ મા કરીપત્તા, લીલી કોથમરી, લીલા મરચા, અને કાંદા ને મીક્સ કરી ને લોટ ને બાંધવા મા આવે છે. અને પછી લોટ થી રોટલી બનાવી કુરકરા થવા સુધી ચડવા દેવા મા આવે છે. બીજી ભારતીય રોટી કે પરાઠા ની જેમ આને વણવા મા નથી આવતી. પણ આને બાંધેલા લોટ થી ગોરણુ બનાવી થપથપાવી ને બનાવવા મા આવે છે. આ રેસીપી મા એલ્યુમીનીયમ ફોઈલ નો ઉપયોગ કરી ને રોટલી બનાવા નો આસાન રીત સ્ટેપ બાય સ્ટેપ બતાવા મા આવી છે.
રાગી ની રોટલી બનાવા માટે પુર્વ તૈયારી નો સમય : ૨૫ મીનીટ
ચડવા માટે નો સમય : ૧૦ મીનીટ
કેટલા લોકો માટે : ૩ વ્યક્તી માટેરાગી ની રોટલી બનાવા ની સામગ્રી:

 • ૧ કપ – રાગી નો લોટ
 • ૧ – મધ્યમ કાંદો, બારીક કાપેલો
 • ૧ – લીલા મરચા બારીક કાપેલા
 • ૨-૩ – કરી પત્તા, બારીક કાપેલા
 • ૩-૪ ચમચી – બારીક કાપેલી લીલી કોથમરી
 • તેલ – શેકવા માટે
 • મધ્યમ ગરમ પાણી – જરૂરીયાત પ્રમાણે
 • નમક – સ્વાસ અનુસાર
 • ધી – જરૂરીયાત અનુસારરાગી ની રોટલી બનાવા ની વીધી”
  ૧) એક પરાત કે બાઉલ મા રાગી નો લોટ, બારીક સમારેલી ડુંગળી, બારીક સમારેલા લીલા મરચા, બારીક કાપેલા કરીપત્તા, બારીક સમારેલી લીલી કોથમરી અને નમક ને લ્યો.

  ૨) હવે બધી સામગ્રી ને સારી રીતે મીક્સ કરી લ્યો. અને આ મીશ્રણ મા મધ્યમ ગરમ પાણી ને નાખો. પાણી ને જરૂરીયા અનુસાર નાખો અને (ચપાટી ના લોટ થી થોડો નરમ) નરમ અને લચીલો લોટ બાંધો. લોટ ને ઢાંકી ને ૧૫ થી ૨૦ મીનીટ સુધી સેટ થવા દો. જ્યારે લોટ સેટ થઈ જાય પછી લોટ ને બરાબર ૩ ભાગ મા વહેચી લ્યો.

  ૩) બટર પેપર, એલ્યુમીનીયમ ફોઈલ, કેળા નુ પાન કે પ્લાસ્ટીક શીટ નો એક ટુકડો લ્યો અને એને ચોરસ ભાગ મા કાપો. પછી તેમા તેલ ના બે ટીપા છાટો અને એક સમાન ફેલાવી દો. અને તેની ઉપર લોટનુ બનાવેલુ ગોરણુ રાખો.

  ૪) તમારી આંગળી ને પાણી મા પલાળી ને ભીની કરી લ્યો. અને પછી આ ગોરણા ને થપથપાવો.

  ૫) જેટલુ થઈ શકે એટલુ પાતળુ બનાવો. (રોટી કે ચપાટી થી થોડુ જાડુ રાખો) જ્યારે પુરી રોટલી આકાર નુ થઈ જાય ત્યારે તેમા વચ્ચે વચ્ચે કાણા કરી લ્યો. આના થી વરાળ આસાની થી નીકળી જાશે અને રોટલી કુરકરી બનશે.૬) રોટલી ના તવા કે નોન સ્ટીક તવા ને મધ્યમ આચ ઉપર ગરમ કરો. આની ઉપર પાણી ના બે ત્રણ ટીપા નાખો અને સુખાવા માટે બે સેકંન્ડ ની રાહ જોવો. હવે તવા ઉપર તેલ લગાડી લ્યો. પ્રત્યેક રોટલી બનાવતા પહેલા આ પ્રક્રીયા કરો. બટર પેપર કે એલ્યુ મીનીયમ ફોઈલ ને ઉપર ની તરફ રાખી રોટલી ને તવા ઉપર રાખો. અને બટર પેપર કે ફોઈલ નીકાળી લ્યો. જો તમને એમ ન ફાવે તો રોટલી ને તમારી હથેળી ની ઉપર રાખો અને હળવે થી શીટ ને નીકાળી અને તવા ઉપર રાખો.

  ૭) ચમચી થી કીનાર અને વચ્ચે કરેલા કાણા મા તેલ ને લગાડો. એક ચમચી જેટલુ તેલ લગાડો.

  ૮) નીચે ની સાઈડ ને ઘેરો ભુરા રંગ ના થાય ત્યા સુધી પકાવો. આમા લગભગ ૧/૨ થી ૧ મીનીટ જેવો સમય લાગશે.

  ૯) બીજી તરફ પલટાવો અને કીનાર પર તેલ લગાવો, એક મીનીટ કે ઘેરા ભુરા રંગ ના થાય ત્યા સુધી ચડવા દો.

  ૧૦) તૈયાર રાગી ની રોટલી ને સર્વીગ પ્લેટ મા કાઢો. અને એની ઉપર ધી લગાડી લ્યો. બાકી વધેલા લોટ માટે પણ આજ રીતે રોટલી બનાવો. આ રાગી ની રોટલી ને નારીયેલ ની ચટની કે અથાણા સાથે ગરમા ગરમ પીરસો.રાગી ની રોટલી બનાવા ની સુજાવ અને વીવીધતા: જો વધારે લોટ કડક થઈ જાયતો તેમા થોડુ થોડુ પાણી નાખી ને પાતળુ કરતા જાવ.લોટ ને બાંધવા મા મધ્યમ ગરમ પાણી નો ઉપયોગ કરો.

Author: GujjuRocks Team (માધવી આશરા ‘ખત્રી’)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks