ખબર

દેશની રક્ષા માટે પોતાના જીવની પણ આહુતિ આપી દીધી ગુજરાતના આ વીર જવાને, CMએ પણ આપી શ્રદ્ધાંજલિ

દેશની સરહદ ઉપર રક્ષા કરતા જવાનો પોતાના જીવની પણ ચિંતા નથી કરતા અને દેશને દુશ્મનોથી બચાવવાનું કામ કરે છે. ત્યારે જમ્મુ કાશ્મીરની અંદર ફરજ બજાવી રહેલા ચોટીલાના ચોરવીર ગામના યુવાન રઘુભાઈ બળેવીયાએ પણ દેશની રક્ષા માટે શહીદી વહોરી લીધી હતી.

વીર જવાન શહીદ જમ્મુ કાશ્મીરમાં દુશ્મનો સામે લડી રહ્યા હતા, તે દરમિયાન જ દુશ્મનની એક ગોળી રઘુભાઈને વાગી હતી અને તેઓ શહીદ થયા હતા. તેમના નશ્વરદેહને આજે ગુરુવારના રોજ તેમના વતન ચોરવીરામાં લાવવાંમાં આવશે.

રઘુભાઈના શહીદ થવાના સમાચાર સાંભળીને આખા પરિવાર સમેત આસપાસના પંથકમાં પણ શોકનું વાતાવરણ વ્યાપી ઉઠ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વીર શહીદ રઘુભાઈને શ્રધાંજલિ આપી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટર ઉપર ટ્વીટ કરીને પોતાનો શ્રદ્ધાંજલિ સંદેશ લખ્યો છે. આજરોજ ગુરુવારે આ જવાનનો નશ્વરદેહ તેમના વતનમાં લાવવામાં આવશે. ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર આપીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.