પરિણીતીના થનારા ભરથાર અને સાંસદ રાઘવ ચઢ્ઢાના માથામાં કાગડાએ મારી પાછળથી ચાંદ, લોકો બોલ્યા… “જૂઠ બોલે કૌઆ કાટે…”, જુઓ

સંસદમાં પહોંચેલા સાંસદ રાઘવ ચઢ્ઢા ફોન પર કરી રહ્યા હતા વાત ત્યારે જ પાછળથી આવીને એક કાગડાએ મારી ચાંચ, તસવીરો થઇ રહી છે વાયરલ, જુઓ

Raghav Chadha was pecked by a crow : જ્યારેથી બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાની સગાઈ સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે થઇ છે ત્યારથી આ કપલ હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. સગાઈ પહેલા પણ તે ઘણીવાર સ્પોટ થતા હતા, ત્યારે રાઘવ પણ અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલ મોનસૂન સત્રમાં હાજરી આપવા સંસદ પહોંચેલા AAP સાંસદ રાઘવ ચઢ્ઢાની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. બીજેપીએ પણ તેમની આ તસવીર ટ્વીટ કરી અને લખ્યું, “જૂઠ બોલે કૌવા કાટે. આજ તક સિર્ફ સુના થા, આજ દેખ ભી લિયા કૌવેને જુઠે કો કાટા.”

તસવીર આવી ચર્ચામાં :

રાઘવ ચઢ્ઢાએ પણ ભાજપના આ ટ્વીટનો જડબાતોડ જવાબ આપ્યો છે. ખુદ બીજેપીના આ ટ્વીટને રિટ્વીટ કરતા તેમણે લખ્યું, “રામચંદ્રએ કહ્યું હતું કે રામચંદ્ર કહ ગયે સિયા સે, એસા કલજુગ આયેગા, હંસ ચૂગેગા દાના ઔર કૌઆ મોતી ખાયેગા”  આજ સુધી મેં માત્ર સાંભળ્યું હતું, આજે જોઈ લીધું.” મંગળવારે સંસદની બહાર એક કાગડો રાઘવ ચઢ્ઢાને માથામાં ચાંચ માટે છે. ચઢ્ઢા પણ કાગડાથી બચવાનો પ્રયાસ કરે છે. દરમિયાન, ફોટોગ્રાફર તે ક્ષણને કેપ્ચર કરે છે.

સંસદમાં મારી હતી કાગડાએ ચાંચ :

હવે આ જ તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ઘણા લોકો આ મામલે કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ ફોટોને કેપ્શન આપી રહ્યા છે ‘જૂઠ બોલે કૌઆ કાટે’, તો કેટલાક કહી રહ્યા છે “લોકશાહી પર સીધો હુમલો.” તમને જણાવી દઈએ કે, સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. રાઘવ ચઢ્ઢા પહેલીવાર સાંસદ બન્યા છે. તેઓ રાજ્યસભાના સૌથી યુવા સાંસદ છે.

પરિણીતી સાથે થઇ છે સગાઈ :

સાંસદ રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરાએ 13 મેની સાંજે વીંટી એક્સચેન્જ કરી સગાઈ કરી હતી. આ સમારોહ સાંજે 5 વાગ્યે કપૂરથલા હાઉસ, કનોટ પ્લેસ, દિલ્હી ખાતે શરૂ થયો હતો. રાત્રે 9 વાગ્યાની આસપાસ, પરિણીતી અને રાઘવે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સગાઈની તસવીરો શેર કરી હતી.

Niraj Patel