પતિના સૂઇ ગયા બાદ રાત્રે પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહી હતી પત્ની, પતિના આપત્તિજનક સ્થિતિમાં જોયા બાદ કર્યું ખતરનાક વાળુ કામ…

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના ઘણા કિસ્સા સામે આવે છે. જેમાં અંગત અદાવત, પૈસાની લેતી-દેતી કે પછી અવૈદ્ય સંબંધો કારણભૂત હોય છે. ત્યારે હાલમાં એક મામલો સામે આવ્યો, જેમાં યુપીના રાયબરેલીમાં એક પતિની તેની પત્ની અને પત્નીના પ્રેમીએ સાથે મળીને હત્યા કરી દીધી. આ મર્ડર કેસનો ખુલાસો હવે પોલીસે કર્યો છે. હત્યા કરતા પહેલા મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિને ખૂબ દારૂ પીવડાવ્યો અને પછી જ્યારે પતિ સૂઈ ગયો ત્યારે બંને રંગરેલિયા મનાવવા લાગ્યા.

જ્યારે પતિ એકદમ જાગી ગયો તો તેણે તેની પત્નીને પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં જોઇ. જણાવી દઇએ કે, 30 માર્ચે રાજેશને તેની પત્નીએ તેના પ્રેમી નાન્હુ મહતાબ સાથે મળીને દારૂ પીવડાવ્યો અને રાજેશને નશો ચઢ્યા બાદ તે સૂઈ ગયો. રાજેશના સૂઇ ગયા પછી તેની પત્ની અને પ્રેમી બંને રંગરેલિયા મનાવી રહ્યા હતા. આ દરમિયાન રાજેશ જાગી જતાં તેણે તેની પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોઈ અને તે બાદ તે ગુસ્સે થઈ ગયો અને વિરોધ કર્યો. પતિના વિરોધ બાદ પત્ની અને તેના પ્રેમીએ મળી રાજેશની હત્યા કરી દીધી.

મૃતકના પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેની પત્નીને ગામના જ નાન્હુ મહતાબ સાથે અવૈદ્ય સંબંધો હતા. આ અંગે મહિલાની કડક પૂછપરછ કરવામાં આવતા રાજેશની પત્ની રેશ્મા અને તેના પ્રેમીએ હકિકત કહી. તે બાદ બંને આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.ઘટનાનો ખુલાસો કરતા એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસે જણાવ્યું કે આરોપી નન્હુ અને મૃતક રાજેશની પત્ની રેશ્મા વચ્ચે પ્રેમસંબંધ હતો અને તે અવારનવાર રેશ્માના ઘરે પણ આવતો અને બંને છુપાઈને મળતા હતા.

30 માર્ચે જયારે રાત્રે 9 વાગ્યા આસપાસ નાન્હુ દારૂ લઈને રેશ્માના ઘરે આવ્યો અને રાજેશ રેશ્મા સાથે બેસીને દારૂ પી રહ્યો હતો. રાજેશ નશાની હાલતમાં સૂઈ ગયો પછી રેશ્મા તેના પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહી હતી અને અચાનક થોડા સમય પછી રાજેશ જાગી જતા તેણે બંનેને વાંધાજનક હાલતમાં જોઈને વિરોધ કર્યો તો નન્હુ અને રેશ્માએ ભેગા મળીને તેનું ગળું દબાવી હત્યા કરી દીધી.

Shah Jina