થપ્પડ ગર્લ બાદ આવી ચપ્પલ ગર્લ, મોબાઈલ નંબર માંગવા કરી રહ્યો હતો પીછો, તો યુવતીએ ચપ્પલથી ચખાડ્યો મેથીપાક

થોડા સમય પહેલા આખા દેશની અંદર થપ્પડ ગર્લનો વીડિયો ખુબ જ વાયરલ થયો હતો જેમાં લખનઉની થપ્પડ ગર્લે કેબ ડ્રાઈવરને ઉપર ઉપરી ઘણા બધા તમાચા માર્યા હતા. આ ઘટનાએ સોશિયલ મીડિયાથી લઈને સમાચારોમાં પણ ઘણી બધી ચર્ચાઓ મેળવી હતી, ત્યારે હવે થપ્પડ ગર્લ બાદ એક એવો ચપ્પલ ગર્લનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો યુપીના રાયબરેલીનો છે. જ્યાં એક યુવતી યુવકને ચપ્પલથી મારી રહી છે. યુવતીનો આરોપ છે કે તે તેને હેરાન કરી રહ્યો હતો અને તેનો મોબાઈલ નંબર પણ માંગી રહ્યો હતો. તો બીજી તરફ યુવક પોતાને નિર્દોષ જણાવી રહ્યો છે. આ મામલો ડલમઉ તાલુકાના ઘુરવારા પોલીસ સ્ટેશનની પાસેનો છે.

કોહ ગામની રહેવા વાળી જ્યોતિમાં કોઈ કેસની તારીખની અંદર ગઈ હતી. યુવતી પોતાનું  ઘરે પરત ફરી રહી હતી. ત્યારે જ એક યુવક તેનો પીછો કરતા કરતા તેની સાથે અભદ્રતા કરવા લાગ્યો. થોડીવાર પછી જ યુવકે યુવતીનો મોબાઈલ નંબર પણ માંગવાનું શરૂ કરી દીધું.

યુવક યુવતીનો પીછો કરતા કરતા ઘુરવારા પોલીસ સ્ટેશન પાસે પહોંચી ગયો. અને ત્યાં જ ઘુરવારા ચાર રસ્તા ઉપર જ યુવતીએ ચપ્પલ ઉતારી અને યુવકની ધોલાઈ કરી નાખી. જો કે આ દરમિયાન યુવક પણ સતત કહેતો રહ્યો કે તેની ભૂલ નથી. માર ખાનારો યુવક ઘ્રુવરા બજારનો રહેવા વાળો જણાવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


રસ્તા વચ્ચે જ યુવકની ચપ્પલથી પીટાઈ કરતા જોઈને આસપાસના લોકો પણ ત્યાં ભેગા થઇ ગયા હતા અને આ તમાશો જોવા લાગ્યા. જયારે યુવકને ચપ્પલથી માર મારી દીધો તેના બાદ યુવતી તેને હાથમાં ચપ્પલ લઈને ધમકાવવા લાગી ગઈ. આસપાસના લોકોએ તેમને સમજાવી તેમના ઘરે મોકલી દીધા. આ દરમિયાન જ કોઈએ તેમનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો, જેના બાદ આ વીડિયો વાયરલ પણ થઇ ગયો.

Niraj Patel