અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ થઇ પૂર્ણ, હરખઘેલી થઇ નીતા અંબાણી, પરિવારમાં નવી વહુનું કર્યું શાનદાર સ્વાગત, જુઓ વીડિયો

જીવનભરનો સાથ, જયારે રાધિકા મર્ચન્ટે થામ્યો સસરા અને પતિ અનંત અંબાણીનો હાથ, વાહ સાસુમા હોય તો આવા, જુઓ વીડિયો

દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાંથી એક એવા મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઈ ગઈકાલે ખુબ જ ધામધૂમથી યોજાઈ હતી, જેના બાદ સગાઈની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. અનંતની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે થઇ હતી ત્યારે આ દરમિયાન મર્ચન્ટ પરિવાર સાથે અંબાણી પરિવાર પણ ખુબ જ ખુશ ખુશાલ જોવા મળી રહ્યો હતો.

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા ખાતે ગોળ ધાણા અને ચૂંદડી ઓઢાવવાની વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુકેશ અંબાણીનો આખો પરિવાર એક સાથે જોવા મળ્યો હતો. બીજી તરફ એક દિવસ પહેલા મહેંદી સેરેમનીની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઈશા અંબાણીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં રાધિકા તેના સસરા મુકેશ અંબાણી અને પતિ અનંતનો હાથ પકડેલી જોવા મળી રહી છે.

આ તસવીરમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. બીજી તરફ રાધિકાએ તેના પતિ અને સસરાનો હાથ પકડ્યો છે જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. સગાઈના આ ફંક્શનમાં આખો પરિવાર હાજર હતો અને દરેક ખૂબ જ ખુશ દેખાતા હતા. કાર્યક્રમ દરમિયાન સાસુ નીતા અંબાણીએ એક ક્ષણ માટે પણ રાધિકાનો સાથ ન છોડ્યો. તે રાધિકાનો હાથ પકડેલી જોવા મળી હતી.

મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીએ પત્ની ટીના અંબાણી સાથે સગાઈના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે મીડિયાને ફોટો પોઝ પણ આપ્યા હતા. રાધિકા અને અનંતના રોકા ગયા વર્ષે 29 ડિસેમ્બરે રાજસ્થાનના નાથદ્વારામાં આવેલા શ્રીનાથજી મંદિરમાં થયા હતા. સગાઈનો કાર્યક્રમ અંબાણી પરિવારે શરૂ કર્યો હતો. ઈશા અંબાણી અંબાણી પરિવાર વતી મર્ચન્ટ હાઉસ ગઈ હતી.

ઈશાએ રાધિકા અને સમગ્ર મર્ચન્ટ પરિવારને સાંજના કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું હતું. અંબાણી પરિવારે આરતી અને મંત્રોચ્ચાર દ્વારા મર્ચન્ટ પરિવારનું સ્વાગત કર્યું હતું. વાત કરીએ રાધિકાની તો રાધિકા મર્ચન્ટ હાલમાં એનકોર હેલ્થકેરના બોર્ડમાં ડિરેક્ટર છે. તે એક ટ્રેન્ડ ભારતીય ક્લાસિકલ ડાન્સર પણ છે. રાધિકાએ મુંબઈની શ્રી નિભા આર્ટ ડાન્સ એકેડમીના ગુરુ ભવન ઠાકરના માર્ગદર્શન હેઠળ ક્લાસિકલ ડાન્સિંગની તાલીમ લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Niraj Patel