ખૂબસુરતી અને ડ્રેસિંગ સેન્સમાં નીતા અંબાણીને ટક્કર આપે છે અનંત અંબાણીની સાસુ શૈલા મર્ચેંટ- જુઓ તસવીરો

ખૂબસુરતીમાં નીતા અંબાણીથી કમ નથી તેની વેવાણ, જાણો કોણ છે અનંત અંબાણીની સાસુ

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની જાન્યુઆરી 2023માં હીરાના વેપારી વીરેન્દ્ર મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ થઇ હતી. બંનેની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ હતી. જ્યાં બોલિવૂડની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ સાથે રાધિકાનો પરિવાર સગાઈના ફંક્શનમાં હાજર રહ્યો હતો.

જેમાં રાધિકાની માતા એટલે કે શૈલા મર્ચન્ટે લાઇમલાઇટ લૂંટી લીધી હતી. જણાવી દઇએ કે,રાધિકા મર્ચન્ટના પરિવારમાં તેના માતા-પિતા ઉપરાંત એક બહેન પણ છે, જેનું નામ અંજલિ મર્ચન્ટ છે. રાધિકા મર્ચન્ટની માતા શૈલા મર્ચન્ટ હેલ્થ કેરના સીઈઓ વીરેન્દ્ર મર્ચન્ટની પત્ની છે. આ સાથે તે લગભગ 14 કંપનીઓના ડાયરેક્ટર પણ છે.

શૈલા મર્ચન્ટની મોટી દીકરી અંજલિ મર્ચન્ટના લગ્ન વર્ષ 2020માં ‘વટલી’ના ફાઉન્ડર અમન મજીઠિયા સાથે થયા હતા અને હવે નાની દીકરી જલ્દી જ અંબાણી પરિવારની નાની વહુ બનવાની છે. રાધિકા મર્ચન્ટ અનંત અંબાણીની બાળપણની મિત્ર છે. તે દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની એન્કોર હેલ્થકેરની સીઈઓ છે અને અબજોપતિ ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી છે.

રાધિકાને ક્લાસિકલ ડાન્સ ખૂબ જ પસંદ છે. તેણે 8 વર્ષ ભરતનાટ્યમની દીક્ષા પણ લીધી છે. સુંદરતાની બાબતમાં અનંત અંબાણીની સાસુ નીતા અંબાણીને ટક્કર આપે છે. રાધિકાની મહેંદી સેરેમનીથી લઇને સગાઈ સુધી એવા ઘણા ફોટા છે જેમાં શૈલા મર્ચન્ટ ખૂબ જ યંગ અને સુંદર દેખાઈ રહી છે. નીતા અંબાણીની જેમ તેમની વેવાણ શૈલા મર્ચન્ટ પણ ડ્રેસિંગના ખૂબ શોખીન છે.

શૈલા મર્ચન્ટ દીકરી રાધિકાની મહેંદી સેરેમનીમાં અદભૂત લાગી રહી હતી. આ દરમિયાન તેમણે બ્લૂ કો-ઓર્ડ સેટ પહેર્યો હતો, જેમાં પેપ્લમ ટોપ સાથે મેચિંગ પેન્ટમાં તે ખૂબ જ યુવાન દેખાઇ રહ્યા હતા. શૈલા મર્ચન્ટનો આ ડ્રેસ સિલ્ક ફેબ્રિકમાં બનાવવામાં આવ્યો હતો, જેના પર રિચ એમ્બ્રોઇડરી અને 3D વર્ક પણ હતું.

જ્યારે, રાધિકા અને અનંતની ગોળધાણા સેરેમનીમાં શૈલા મર્ચન્ટે ખૂબ જ સુંદર લુક કેરી કર્યો હતો અને આ લુકમાં તે નીતા અંબાણી અને રાધિકાને ટક્કર આપતી પણ જોવા મળી હતી. શૈલા મર્ચેંટનો લુક સગાઈની વિધિ માટે એકદમ પરફેક્ટ હતો, જે તેમના પર ખૂબ જ સારો લાગતો હતો.

રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની દરમિયાન, શૈલા મર્ચન્ટ પણ નીતા અંબાણી સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપતી જોવા મળી હતી. આ દરમિયાન શૈલા મર્ચન્ટ ગુલાબી રંગના બાંધણી સૂટમાં જોવા મળી હતી. શૈલા મર્ચન્ટે સગાઈના ફંક્શનમાં અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન આઉટફિટ પહેર્યો હતો, આ સાડી ખૂબ જ હળવી પણ ઘણી સુંદર હતી.

Shah Jina