લાખોની બેગ લઈને પાર્ટીમાં સામેલ થઇ રાધિકા, આટલી કિંમતમાં આવી જશે 3BHK ફ્લેટ
દુનિયાના પ્રમુખ ઉદ્યોગપતિ અને એશિયાના સૌથી ધનવાન લોકોની શ્રેણીમાં સામેલ એવો અંબાણી પરિવાર હંમેશા લાઇમ લાઇટમાં રહેતો હોય છે. આ પરિવારનું કોઈપણ સદસ્ય જ્યાં પણ જાય ત્યાં સ્પોટ થતા જ તેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. ત્યારે અંબાણી પરીવારના નાના દીકરા અનંત અંબાણીની સગાઈ બાદ તેની થવા વાળી પત્ની રાધિકા મર્ચન્ટ પણ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.
ત્યારે આ દરમિયાન રાધિકા એક પાર્ટીમાં પહોંચી હતી, જ્યાં તેને ચાર ચાંદ લગાવી દીધા હતા. રાધિકા મર્ચન્ટ લોકપ્રિય ડિઝાનર અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા આયોજિત એક પાર્ટીમાં પહોંચી હતી. જ્યાં રાધિકાને જોઈને સૌની નજર તેના પર અટકી ગઈ હતી. અબુ જાની અને સંદીપ ખોસલાની ફેશન ફિલ્મ ‘મેરા નૂર હૈ મશહૂર’નું ગુરુવારે રાત્રે પ્રીમિયર થયું.
આ ઈવેન્ટમાં તમામ સ્ટાર્સે ભાગ લીધો હતો, પરંતુ બધાની નજર રાધિકા મર્ચન્ટ પર ટકેલી હતી. આ ઈવેન્ટમાં રાધિકા મર્ચન્ટ પણ પહોંચી હતી. તેણે પોતાની સ્ટાઈલથી બધાના દિલ જીતી લીધા. તે આ ફંક્શનમાં પિંક કલરની સાડી પહેરીને પહોંચી હતી. આ સિવાય નેકલેસ સાથે મેચ થતી ઈયરિંગ્સે રાધિકાની સુંદરતા વધારી હતી.
રાધિકા એક ફેશન આઇકોન છે. દેશની છોકરીઓ તેની ફેશનને ફોલો કરે છે. તેના દેખાવમાં વધુ આકર્ષણ ઉમેરવા માટે, રાધિકાએ અદભૂત ડાયમંડ ચોકર નેકપીસ અને મેચિંગ ઇયરિંગ્સ સાથે તેના પોશાકને પૂર્ણ કર્યો. તેના વાળને મધ્ય-ભાગવાળી સ્લીક પોનીટેલમાં બાંધીને રાખીને, તેણે ઓન-પોઇન્ટ મેકઅપ પસંદ કર્યો જેમાં હાઇલાઇટ કરેલા ગાલ, ગ્લોસી બ્રાઉન-ટોન્ડ લિપસ્ટિક, સ્મોકી આઇઝ અને સ્મૂથેડ ચિકબૉન્સનો સમાવેશ થાય છે.
રાધિકાએ તેના આઉટફિટ સાથે કેરી કરેલી બેગ પર બધાની નજર ટકી હતી. રાધિકા આ આઉટફિટ સાથે બબલગમ પિંક કલરની કેલી મિની બેગ લઈને જોવા મળી, જે ખૂબ જ સુંદર લાગે છે. તમને જણાવી દઈએ કે ‘Hermes’ બ્રાન્ડની આ કેલી મિની બેગ મગરના ચામડાની બનેલી છે. તેની કિંમત સાંભળીને તમે ચોંકી જશો.
Hermes ની વેબસાઈટ અનુસાર, રાધિકાની આ ગુલાબી રંગની બેગની કિંમત લગભગ US $ 58,600 એટલે કે લગભગ 48 લાખ રૂપિયા છે. જણાવી દઈએ કે અનંત અને રાધિકા મર્ચન્ટ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે બંનેના લગ્નની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
View this post on Instagram