નીતા અંબાણીની થવાવાળી વહુ રાધિકા મર્ચેંટ વ્હાઇટ બોલ્ડ લુકમાં થઇ સ્પોટ, લાગી ગજબની ખૂબસુરત

વ્હાઇટ ટ્યૂબ ટોપ સાથે ડેનિમ જીન્સમાં ગ્લેમરસ લાગી મુકેશ-નીતા અંબાણીની થવાવાળી વહુ રાધિકા મર્ચેંટ, જુઓ તસવીરો

બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની થવાવાળી વહુ રાધિકા મર્ચેંટ પોતાની ફેશન સેંસ માટે ચર્ચામાં રહે છે. તે જે પણ પહેરે છે તેમાં છવાઇ જાય છે. હાલમાં જ તેને બાંદ્રામાં એક મિત્રની બર્થ ડે પાર્ટીમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે ઘણી જ ખૂબસુરત લાગી રહી હતી. 16 ડિસેમ્બર 2022ના રોજ રાધિકા જ્યારે બર્થ ડે પાર્ટીમાં પહોંચી ત્યારે તે દરમિયાન હાજર પેપરાજીઓએ તેની તસવીરો અને વીડિયો પોતાના કેમેરામાં કેદ કરી લીધા અને પછી તે સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ગયા.

વીડિયોમાં રાધિકા પોપ્યુલર રેસ્ટોરન્ટ અકીનામાંથી બહાર નીકળી તેની કારમાં બેસતી જોવા મળી રહી છે. આ દરમિયાન રાધિકાએ પેપરાજીને પોઝ પણ આપ્યા હતા. રાધિકાના લુકની વાત કરીએ તો તેણે વ્હાઇટ ફોક્સ ફર ટ્યૂબ ટોપ સાથે બ્લૂ બ્લિંગી ડેનિમ પેન્ટ પહેર્યુ હતુ. મિનિમલ મેકઅપ અને ક્યુટ સ્માઇલમાં રાધિકા ઘણી જ ખૂબસુરત લાગી રહી હતી. જણાવી દઇએ કે, રાધિકા મર્ચેંટ બિઝનેસમેન વીરેન મર્ચેંટની દીકરી છે. વીરેન મર્ચેંટ એનકોર હેલ્થકેરના સીઇઓ અને વાઇસ ચેરમેન છે.

રાધિકાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીથી પોલિટિક્સ અને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ કર્યુ છે. રાધિકા એક ટેલેન્ટેડ ઇન્ફ્લુએન્સર છે, જે તેના ક્લાસિકલ ડાંસથી લઇને તેની સ્ટાઇલ સ્ટેટમેન્ટ સુધી લાઇમલાઇટમાં રહે છે. આ ઉપરાંત તે તેની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. રીપોર્ટ્સ અનુસાર, રાધિકા દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેનમાંના એક મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી સાથે રિલેશનશિપમાં છે અને જલ્દી જ બંને લગ્નના બંધનમાં બણ બંધાવાના છે.

રાધિકા મર્ચેંટ આ ​​વર્ષે ત્યારે લાઈમલાઈટમાં આવી જ્યારે તેની અરંગેત્રમ સેરેમની થઇ. મુકેશ અંબાણીએ તેમની થવાવાળી વહુની અરંગેત્રમ સેરેમનીની ભવ્ય ઉજવણી કરી હતી. આ કાર્યક્રમ પછી લોકો રાધિકા વિશે સર્ચ કરવા લાગ્યા. ઈકોનોમિક ટાઈમ્સે તેના એક અહેવાલમાં લખ્યું છે કે વર્ષ 2019માં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની સગાઈની અફવા હતી, પરંતુ બંનેના પરિવારો દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી ન હતી.

રાધિકા અને અનંતે ભલે સગાઈ ન કરી હોય, પરંતુ રાધિકા અંબાણી પરિવારની ખૂબ નજીક છે. તે અંબાણી પરિવાર સાથે ઘણા ઇવેન્ટ્સ અને ફેમિલી ફંક્શનમાં જોવા મળે છે. રાધિકા મુકેશ અંબાણીના નજીકના મિત્ર વીરેન મર્ચેંટની પુત્રી છે. અનંત અને રાધિકા અભ્યાસ દરમિયાન મળ્યા હતા. અનંતને ગયા વર્ષે રિલાયન્સ ન્યૂ સોલર એનર્જી અને રિલાયન્સ ન્યૂ એનર્જીનો ડિરેક્ટર બનાવવામાં આવ્યો હતો.

અનંત સિવાય રાધિકાનું નીતા અંબાણી, શ્લોકા અને ઈશા સાથે મજબૂત બોન્ડિંગ છે. ઈશા અને રાધિકા સારા મિત્રો છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં અંબાણી પરિવાર આ બંનેના લગ્નની જાહેરાત કરશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina