બ્લેક આઉટફિટમાં ભાવિ પતિ અનંત અંબાણી સાથે મેચિંગ કરતી નજર આવી રાધિકા મર્ચન્ટ, આકર્ષક લુકે ખેંચી બધાની નજર, જુઓ તસવીરો

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના મેચિંગ ડ્રેસે ખેંચ્યું બધાનું ધ્યાન, એકદમ પરફેક્ટ નજર આવી જોડી, જુઓ ક્યૂટ તસવીરો

અંબાણી પરિવારનું નામ આવતાની સાથે જ તેમની જાહોજલાલી યાદ આવી જાય. આ પરિવાર ભલે લાઇમ લાઈટમાં ઓછો રહે છે, પરંતુ જ્યાં પણ નજર આવે છે ત્યાં છવાઈ જાય છે. ફેશનના મામલામાં પણ આ પરિવાર અવ્વલ આવે. ત્યારે હાલમાં જ નીતા અંબાણીએ તેના ડ્રિમ પ્રોજેક્ટ નીતા મુકેશ અંબાણી કલચરલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે આખો અંબાણી પરિવાર એક જૂથ થઈને જોવા મળ્યો હતો.

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને તેમની દીકરી ઈશા અંબાણીએ ઓપનિંગ સેરેમનીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણી પણ હાજર હતા. ભારત અને વિદેશની હસ્તીઓની હાજરીમાં યોજાયેલા આ સમારોહમાં અનંત અંબાણી પણ તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે પહોંચ્યા હતા.

બંને બ્લેક ડ્રેસમાં આ ફંક્શનમાં પહોંચ્યા હતા. અનંત અને રાધિકાએ સમારોહમાં હાજર ફોટોગ્રાફરોને પોઝ પણ આપ્યા હતા. પરંપરાગત પોશાકમાં કપલ ખૂબ જ આકર્ષક લાગી રહ્યું હતું. રાધિકા મર્ચન્ટે બ્લેક કલરની સાડી પહેરી હતી, જ્યારે અનંત અંબાણીએ કુર્તા-પાયજામા પહેર્યો હતો. તેણે બંધ ગળાનો કોટ પહેર્યો હતો અને કોટ પર ચાંદીના બટનો ટાંકવામાં આવ્યા હતા.

રાધિકાએ ચોકર નેકલેસ, સર્કલ શેપ્ડ ઈયરિંગ્સ, ગોલ્ડન કિલર બ્લોક હીલ્સ, ગોલ્ડ બ્રેસલેટ, એમ્બેલિશ્ડ ટોપ હેન્ડલ બેગ અને રિંગ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો. આ સાથે, રાધિકાએ શિમરી આઈ શેડો, સ્લીક આઈલાઈનર, કાજલ અને બીમિંગ હાઈલાઈટર સાથે લુક કેરી કર્યો હતો.

ઈવેન્ટ માટે, રાધિકા ‘શહાબ-દુરાઝી’ લેબલની બ્લેક ઈન્ડો-વેસ્ટર્ન સ્ટાઈલની લેસ સાડીમાં શાનદાર દેખાતી હતી. તેણીના સફેદ ડ્રેસમાં ફ્લોરલ એમ્બ્રોઇડરી હતી અને તેણે તેને કાંચળી-શૈલીના બ્લાઉઝ સાથે સ્લીવ્ઝ પર ફ્રિન્જ્ડ વિગતો સાથે જોડી હતી. ત્યારે તેને પોતાના ભાવિ પતિ અનંત અંબાણી સાથે ટ્યુનીંગ કર્યું હતું અને બંનેની જોડીના પણ હવે લોકો ખુબ જ વખાણ કરી રહ્યા છે.

આ ઉપરાંત આ ઇવેન્ટ માટે રાધિકાએ જે બેગ કેરી કરી હતી તેની પણ હવે જોરશોરથી ચર્ચાઓ થઇ રહી છે. રાધિકાના હાથમાં રહેલા ‘હર્મ્સ કેલીમોર્ફોઝ’ બેગ હતી જેણે સૌનું ધ્યાન ખેંચ્યું. સિલ્વર રંગની મીની બેગમાં ફ્રન્ટ ફ્લૅપ છે જેમાં સિગ્નેચર કેલી ડિઝાઈન તેમજ ચેઈનમેલ બોડી, ટૂંકા પટ્ટા અને ક્લોચ સાથે લાંબી ખભાની સાંકળ છે. આ આર્મ કેન્ડીની કિંમત 63,750 ડોલર એટલે કે 52 લાખ 30 હજાર રૂપિયા છે.

Niraj Patel