ક્રોપ ટોપમાં ખૂબ જ સ્ટાઈલિશ દેખાઈ રાધિકા મર્ચન્ટ, આ સ્પેશિયલ વસ્તુની શોપિંગ કરતી દેખાઈ, જુઓ વીડિયો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની જોડી લોકોની મનપસંદ બની ગઈ છે. લગ્ન પહેલાથી જ બંનેની ચર્ચા થવા લાગી હતી. તેમના મેગા વેડિંગે ખૂબ ધ્યાન ખેંચ્યું હતું. લગ્ન પછી પણ બંનેને સતત સ્પોટ કરવામાં આવી રહ્યા છે. પેરિસ ઓલિમ્પિકથી લઈને ગણેશ પૂજા સુધી બંને ખૂબ મસ્તી કરતા જોવા મળ્યા. હવે તાજેતરમાં રાધિકા મર્ચન્ટને એકલા સ્પોટ કરવામાં આવી હતી. રાધિકા મર્ચન્ટ એક આર્ટ એક્ઝિબિશનમાં પહોંચી હતી.

તેનો અંદાજ હંમેશાની જેમ બિલકુલ અલગ દેખાઈ રહ્યો હતો. આ વખતે રાધિકા સિમ્પલની સાથે જ ફેશનેબલ લુકમાં જોવા મળી. રાધિકાનો આ નવો લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની સાથે જ વાયરલ થઈ રહ્યો છે. સામે આવેલા રાધિકા મર્ચન્ટના વીડિયોમાં તમે તેને ઓફ વ્હાઈટ કોર્ડ-સેટ પહેરેલી જોઈ શકો છો.

રાધિકા મર્ચન્ટે નો મેકઅપ લુક કેરી કર્યો છે. તે મેકઅપ વગર પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. હંમેશની જેમ તેના ગળામાં મંગળસૂત્ર જોવા મળી રહ્યું છે. ઓલ ઓફ વ્હાઈટ લુકને તેના ક્રોપ ટોપે ખૂબ જ સ્ટાઈલિશ બનાવી દીધો છે. જો કે તેના લુક સિવાયની વાત કરીએ તો તે આર્ટ એક્ઝિબિશનમાં એક પેઈન્ટિંગ જોતી નજરે પડી. તેની નજર જ પેઈન્ટિંગથી હટતી ન હતી. તે એકધારું તેને નિહાળી રહી હતી. આ જોવા ઉપરાંત તેણે એક પેઈન્ટિંગ પણ ખરીદી.

તેની સ્ટાઈલ અને અંદાજ જોઈને લોકો તેની પ્રશંસા કરતા થાકતા નથી. એક વ્યક્તિએ લખ્યું, ‘રાધિકા ખૂબ જ સુંદર છે.’ જ્યારે બીજા એક વ્યક્તિએ લખ્યું, ‘રાધિકાની સ્ટાઈલ ખૂબ જ અનોખી છે.’ જ્યારે એક વ્યક્તિએ લખ્યું, ‘રાધિકા દરેક સાથે કેટલા પ્રેમથી વાત કરે છે.’ આ શોપિંગ જોઈને લોકોને લાગી રહ્યું છે કે રાધિકા અંબાણી પોતાનું ઘર સજાવવા લાગી છે, તે પોતાનો ટેસ્ટ અને સ્ટાઈલ પણ અંબાણી હાઉસમાં ઉમેરી રહી છે. એક વ્યક્તિએ લખ્યું, ‘ઘર સજાવવાની તૈયારી થઈ રહી છે.’ જ્યારે એક વ્યક્તિએ લખ્યું, ‘લાગે છે બેડરૂમ ડેકોર માટે સ્પેશિયલ શોપિંગ છે.’

જણાવી દઈએ કે, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈએ થયા હતા. બંનેના લગ્નના કાર્યક્રમો ઘણા દિવસો સુધી ચાલ્યા હતા. લગ્ન પહેલા બે પ્રી-વેડિંગ ફંક્શન પણ રાખવામાં આવ્યા હતા. એકનું આયોજન જામનગરમાં થયું હતું તો બીજાનું આયોજન ક્રૂઝ પર ફ્રાન્સ અને ઇટાલીમાં કરવામાં આવ્યું હતું. પ્રી-વેડિંગ પછી એન્ટીલિયામાં પણ લગ્નનો જશ્ન ચાલુ રહ્યો હતો. આ મેગા લગ્નમાં બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીના સિતારાઓ સામેલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Dhruvi Pandya