અંબાણી પરિવારમાં લગ્નની તડામાર તૈયારીઓ શરૂ, થનારી વહુ રાધિકાના હાથમાં લાગી અનંત અંબાણીના નામની મહેંદી

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા યુગલો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. ત્યારે સામાન્ય માણસો સાથે હાલ સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાતા જોવા મળે છે. ત્યારે જ દેશના સૌથી ધનાઢ્ય પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારમાં પણ લગ્ન યોજાઈ રહ્યા છે અને આ લગ્ન તેમના દીકરા અનંત અંબાણીના છે. જેમાં લગ્ન પહેલાના પ્રસંગોની ઝાંખી પણ હવે જોવા મળી રહી છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તડામાર તૈયારીઓ હાલ શરૂ થઇ ગઈ છે. આ કપલ બહુ જ જલ્દી એક ભવ્ય લગ્ન સમારંભની અંદર ચોરીના ફેરા ફેરવાનું છે. ગત મંગળવારના રોજ આ કપલની મહેંદી સેરેમની યોજાઈ હતી. ત્યારે હવે અંબાણી પરિવારની થનારી વહુ રાધિકાની ઘણી બધી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

આ તસ્વીરોમાં અને વીડિયોમાં રાધિકા ખુબ જ સુંદર દેખાઈ રહી છે. રાધિકા મર્ચન્ટે તેના મહેંદી ફંક્શન માટે ફ્યુશિયા પિંક ફ્લોરલ સિલ્ક એમ્બ્રોઇડરી કરેલો લહેંગા પહેર્યો હતો. રાધિકાએ પોલ્કી ચોકર નેકલેસ, મેચિંગ એરિંગ્સ, માંગ-ટીકા અને મોટા ગળાનો હાર સાથે તેના મહેંદી દેખાવને કમ્પ્લીટ કર્યો હતો. તેને તેના વાળને આર્ટિફિશિયલ ફ્લેવરથી ફિશટેલ વેણીમાં પણ સ્ટાઇલ કર્યા હતા.

સામે આવેલી તસ્વીરોમાં રાધિકા ભારતીય લુક કેરી કરતી વખતે મહેંદી લગાવતી જોવા મળે છે. ફોટો સિવાય એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાધિકા મર્ચન્ટ મહેંદી સેરેમનીમાં ‘ઘર મોરે પરદેશિયા’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. રાધિકા ઉપરાંત ઈશા અંબાણીનો લુક પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે આછા ગુલાબી રંગના ભારતીય આઉટફિટમાં પણ જોવા મળી રહી છે.

રાધિકાએ તેના હાથ પર અનંતના નામની સંપૂર્ણ મહેંદી લગાવી અને તેના મહેંદીવાળા હાથ પણ ફ્લોન્ટ કર્યા. આ દરમિયાન આ જોઈને રાધિકાની ખુશી છવાઈ ગઈ હતી. રાધિકા આ દરમિયાન ખુબ જ સુંદર પણ દેખાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે.

રાધિકા વિશે વાત કરતી વખતે, તે એક ટ્રેન્ડ ભારતીય ક્લાસિકલ ડાન્સર છે, જેણે 8 વર્ષથી ભરતનાટ્યમ શીખ્યું છે. બીજી તરફ અનંત અંબાણી અને રાધિકાના સંબંધોની વાત કરીએ તો તેઓ વર્ષોથી સારા મિત્રો છે, જે બાદ હવે તેઓ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

29 ડિસેમ્બર 2022 ના રોજ અનંત અને રાધિકાએ રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં રોકા સમારોહ કર્યો હતો. આ પછી અંબાણી પરિવારે મુંબઈમાં સગાઈની પાર્ટી પણ યોજી હતી.ટૂંક સમયમાં જ આ કપલ લગ્નના બંધનમાં બંધાશે.

 

View this post on Instagram

 

A post shared by Akash Ambani (@akashambani_fc)

Niraj Patel