રાધિકા મર્ચેંટથી લઇને કૃશા શાહ સુધી, દીકરા કરતા ઉંમરમાં કેટલી મોટી છે અંબાણી પરિવારની વહુઓ ? જાણો અંદરની વાત
દેશના સૌથી મોટી બિઝનેસમેનમાંના એક મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની હાલમાં જ રાધિકા મર્ચેંટ સાથે સગાઇ થઇ હતી. ત્યારે હવે ફરી એકવાર મુકેશ અંબાણી સસરા બની ગયા છે. ત્યારે આજે અમે તમને એ જણાવવાના છીએ કે અંબાણી પરિવારની વહુઓ દીકરા કરતા ઉંમરમાં કેટલી મોટી છે.
સૌથી પહેલા રાધિકા મર્ચેંટની વાત કરીએ તો, તે અનંત કરતા એક વર્ષ મોટી છે. તેનો જન્મ ગુજરાતમાં 18 ડિસેમ્બર 1994ના રોજ થયો હતો. ત્યાં અનંત અંબાણીનો જન્મ 10 એપ્રિલ 1995માં થયો હતો. બંનેની ઉંમરમાં એક વર્ષનું અંતર છે. ત્યારે કેટલાક સમય પહેલા મુકેશ અંબાણીના ઘરે પણ ખુશીઓનો માહોલ હતો.
ફેબ્રુઆરી 2022માં અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા દીકરા જય અનમોલ અંબાણીએ કૃશા શાહ સાથે લગ્ન કર્યા હતા. કૃશા શાહ પણ અનમોલ કરતા એક વર્ષ મોટી છે. ત્યારે હવે અંબાણી પરિવારની મોટી વહુ વિશે વાત કરીએ તો, થોડા વર્ષો પહેલા મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા હતા. શ્લોકાનો જન્મ 11 જુલાઇ 1990ના રોજ થયો હતો,
તો આકાશ અંબાણીનો જન્મ 23 ઓક્ટોબર 1991ના રોજ થયો હતો. બંનેની ઉંમરમા એક વર્ષનું અંતર છે. શ્લોકા મહેતા દેશના મોટા ઉદ્યોગપતિ રસેલ મહેતાની દીકરી છે. શ્લોકા મહેતા તેના પપ્પાની કંપનીની ડાયરેક્ટર પણ છે. આકાશ અને શ્લોકા બંને મુંબઇ ધારૂભાઇ અંબાણી સ્કૂલમાં ભણ્યા હતા અને બંને બાળપણથી જ એકબીજાને ઓળખતા હતા.
શ્લોકાએ અમેરિકાના ન્યુ જર્સીના પ્રિંસટોન યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી પોસ્ટ ગ્રેજ્યુેશન કર્યુ છે. આ ઉપરાંત ટીના અંબાણીની વાત કરીએ તો, તેની અને અનિલ અંબાણીની ઉંમરમાં બે વર્ષનું અંતર છે. ટીના અંબાણીનો જન્મ 11 ફેબ્રુઆરી 1957ના રોજ તો અનિલ અંબાણીનો જન્મ 4 જૂન 1959ના રોજ થયો હતો.