જામનગરમાં અંબાણી પરિવારની વહુ રાધિકા પર કરાઈ બરફવર્ષા, સ્ટાઈલિશ આઉટફિટમાં કર્યું ફ્લોન્ટ, આવી રીતે ઉજવી ક્રિસમસ, જુઓ વીડિયો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની જોડી આજકાલ લોકોની સૌથી ફેવરિટ છે. લગ્ન બાદ બંનેએ તેમનું પહેલું ક્રિસમસ સેલિબ્રેશન કર્યું હતું. આ પ્રસંગે અંબાણી પરિવારની નાની વહુ જામનગરમાં હતી, જ્યાં તેમના માટે ખાસ બરફવર્ષા પણ કરવામાં આવી હતી. રાધિકા મર્ચન્ટ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવી છે. જેમાં તેની ક્રિસમસની ઉજવણી કરતી તસવીરો સામે આવી છે. તેનો એક વીડિયો પણ ઘણો વાયરલ થયો છે, જેને તેની બહેન અંજલિ મર્ચન્ટે શેર કર્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયોમાં રાધિકા મર્ચન્ટ ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. તેણીએ લાલ શોર્ટ ડ્રેસ, કાળા સ્ટોકિંગ્સ અને બૂટ સાથે જેકેટ પણ પહેર્યું છે. આ તસવીરોમાં તેનો બદલાયેલ નવો લુક પણ જોઈ શકાય છે. રાધિકાએ તાજેતરમાં એક નવા હેર કટ કરાવ્યા છે, જેમાં તેના કપાળ પર હેર બેન્ડ દેખાય છે. તે ક્રિસમસ થીમ પાર્ટીમાં હાજર દરેક વસ્તુનો આનંદ માણી રહી છે.જ્યારે કેટલીક તસવીરોમાં તે તેના મિત્ર ઓરી સાથે જોવા મળી હતી, જ્યારે અન્ય તસવીરોમાં તે ખાસ તૈયાર કરાયેલ ક્રિસમસ સ્ટ્રીટ પર ફરતી જોવા મળે છે. તે ક્રિસમસ ટ્રી અને પિનોચીયો સાથે લાલ ડ્રેસમાં પોઝ આપતી પણ જોવા મળી હતી. આ સિવાય તેણે એક તસવીરમાં સિલ્વર ચમકદાર ગાઉન પણ પહેર્યો હતો, જેમાં તે હસીનાથી કમ નતી લાગી રહી.

રાધિકા માટે બરફવર્ષા કરાઈ

જામનગરમાં જ આ ખાસ થીમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાધિકા હાજર રહી હતી. જામનગરમાં રાધિકા માટે હિમવર્ષા પણ થઈ હતી. હવે તમે વિચારતા હશો કે ગુજરાતમાં કેવી રીતે હિમવર્ષા થઈ શકે છે ? તો ચાલો તમને જણાવી દઈએ કે તે અસલી હિમવર્ષા નહીં પરંતુ કૃત્રિમ હિમવર્ષા હતી, જેને રાધિકા મર્ચન્ટ એન્જોય કરતી જોવા મળી હતી. તેની બહેન અંજલી મેકઅપ આર્ટિસ્ટ છે અને તેની બહેનs રાધિકાને આ ખાસ પ્રસંગ માટે તૈયાર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Meera Sakhrani (@meerasakhrani)

Twinkle