અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાધિકા ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો રાધિકાની મિત્રના લગ્નનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં રાધિકા સાથે બીજી પણ કેટલીક યુવતીઓ ડાન્સ કરતી જોવા મળે છે. જો કે વીડિયો સામે આવ્યા બાદ રાધિકાના ડાંસ કરતા વધુ ચર્ચા તેના કપડાની થઇ રહી છે.
વીડિયોને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે તેણે અનન્યા પાંડે જેવો ડ્રેસ પહેર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે રાધિકા રેડ અને બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. વીડિયોમાં રાધિકા શહેનાઝ ગીલના ગીત ‘સજના વે સજના’ પર ડાન્સ કરતી જોવા મળે છે. રાધિકાના ડાન્સના સોશિયલ મીડિયા યુઝર્સ વખાણ કરી રહ્યા છે. જો કે કેટલાક યુઝર્સનું ધ્યાન રાધિકા મર્ચન્ટના ડ્રેસ પર પણ ગયું છે.
વાસ્તવમાં, રાધિકાએ પહેરેલો ડ્રેસ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ રેમ્પ વોક માટે પહેરેલા ડ્રેસ જેવો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- પહેલા આ ડ્રેસ અનન્યા પાંડેએ પહેર્યો હતો. અન્ય યુઝરે લખ્યું- રાધિકાએ અનન્યા જેવો ડ્રેસ કેમ પહેર્યો છે. બીજા એક યુઝરે વીડિયો કમેન્ટ કરી- શું કોઈએ નોંટ કર્યુ કે રાધિકાએ જે ડ્રેસ પહેર્યો હતો તે જ ડ્રેસ અનન્યાએ લેક્મે ફેશન વીકના રેમ્પ વોકમાં પહેર્યો હતો.
View this post on Instagram