મનોરંજન

‘તારૂં મોઢું તો જો’ સુંદર ન હોવાથી ડાયરેક્ટરોએ કરી હતી રિજેક્ટ, આજે છે બોલિવૂડ પર રાજ કરે છે, જુઓ તસવીરો

ફિલ્મ ‘હિન્દી મીડિયમ’ ની સફળતા બાદ હવે તેની સિક્વલ ‘અંગ્રેજી મીડિયમ’ આવી ગઈ છે અને ઇરફાન ખાનની આ ફિલ્મ એપ્રિલ 2020માં રિલીઝ થઇ ગઈ હતી.

ફિલ્મ અભિનેત્રી રાધિકા મદને ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનની જગ્યા લીધી છે. આ ફિલ્મમાં ઇરફાન ખાનની પુત્રીનું પાત્ર રાધિકા મદન ભજવી રહી છે. રાધિકા મદને ફિલ્મ પટાખાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ સિવાય તે ફિલ્મ ‘મર્દ કો દર્દ નહીં હોતા’માં પણ જોવા મળી હતી.

અગાઉ એવા અહેવાલ મળ્યા હતા કે આ ભૂમિકા માટે સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનને લેવામાં આવશે. જોકે, બાદમાં જાહેરાત કરવામાં આવી હતી કે રાધિકા મદન આ ભૂમિકા નિભાવશે. તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં, રાધિકા પણ મદને આ વાત તરફ ધ્યાન દોર્યું, પણ તેને કોઈનું નામ લીધું નથી.

અભિનેત્રી રાધિકા મદનના જણાવ્યા અનુસાર, તેની ભૂમિકાને નેપોટિઝમની નજર લાગી શકે એમ હતી. ખરેખર ફિલ્મના નિર્માતા દિનેશ વિજન તેની ભૂમિકા સ્ટાર કિડને આપવા માંગતા હતા. રાધિકા મદને કહ્યું કે તે આ ભૂમિકા માટે નિર્માતાઓ અને દિગ્દર્શકોને કેટલી મુશ્કેલીથી મનાવ્યા અને એમ પણ કહ્યું કે તે આ ભૂમિકા માટે ઘા બધા ઓડિશન આપવા પણ તૈયાર છે. આ પછી છેક એને આ ભૂમિકા મળી શકી. જો કે, તેમણે જવાબ આપ્યો નથી કે શું આ ઘટના ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ સાથે જોડાયેલી છે.

પરંતુ તે સ્પષ્ટ છે કે આ મામલો ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ અંગેનો હતો, કારણ કે આ ફિલ્મમાં સારા અલી ખાનની એન્ટ્રી અંગે ખૂબ જ ચર્ચાઓ થઇ હતી. એવા અહેવાલો પણ હતા કે સારા આ ફિલ્મમાં ઇરફાનની પુત્રીનો રોલ કરશે. આવી સ્થિતિમાં, રાધિકા મદન નામ લીધા વિના, સ્પષ્ટ રીતે સારા પર જ સવાલ ઉભા કરે છે.

જો કે ફિલ્મ ‘પટાખા’ પછી હવે ઇરફાનની ફિલ્મ રાધિકા મદન માટે એક ખૂબ મોટી તક છે. રાધિકાએ નાના પડદે એક મોટું સ્થાન હાંસલ કરીને સીધા જ બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે. રાધિકાને બોલિવૂડથી એ ફરિયાદ પણ હતી કે તેના અભિનયને પસંદ કરનારા ડિરેકટરો પણ તેને એમ કહીને રોલ આપવાનો ઇનકાર કરી દેતા હતા કે તે સુંદર નથી. રાધિકાનું કહેવું છે કે તેને તેના લૂકને કારણે કામ મળતું ન હતું.

ઈરફાન ખાન જેમાં એક્ટર હતો એ ‘અંગ્રેઝી મીડિયમ’માં પોતાના પાત્રમાં પ્રાણ પૂરવા માટે રાધિકા મદન શાકાહારી બની હતી. તેણે વર્ષ 2019 માં આવેલી ‘મર્દ કો દર્દ નહીં હોતા’ માટે માર્શલ આર્ટની ટ્રેઇનિંગ લીધી હતી, તો ‘પટાખા’ ફિલ્મ માટે 12 કિલો વજન વધાર્યું હતું.

‘અંગ્રેઝી મીડિયમ’ માટે રાધિકાને સ્કૂલમાં જતી છોકરીનું પાત્ર ભજવવાનું હતું એથી તેણે પોતાના ડાયટમાં એ પ્રકારના ફેરફાર કરવાની સાથે ભારે વર્કઆઉટ પણ કર્યું હતું. એ વિશે વાત કરતા અભિનેત્રી રાધિકા મદને કહ્યું હતું કે

‘હું ‘પટાખા’ માટે રેડ મીટ ખાતી હતી. હું જ્યારે ‘અંગ્રેઝી મીડિયમ’ના ઑડિશન માટે ગઈ હતી ત્યારે મારા શરીરમાં ભરપૂર માત્રામાં ફૅટ જમા થઈ ગઈ હતી. પ્રોડ્યુસર દિનેશ અને ડિરેક્ટર હોમીને સ્ક્રીન-ટેસ્ટ પસંદ પડ્યું હતું. તેમણે મારામાં જે ટ્રસ્ટ મૂક્યો એને કારણે હું મેન્ટલી રીતે તૈયાર થઈ હતી અને એ શેપમાં આવવા માટે મેં ચૅલેન્જ સ્વીકારી હતી.

મને ૧૭ વર્ષની કૉલેજ સ્ટુડન્ટ જેવુ દેખાવાનું હતું. મારે માત્ર થોડા પ્રમાણમાં બેબી ફૅટ દેખાડવાની હતી. પાતળી દેખાવા માટે મેં માત્ર યોગ અને કાર્ડિયો કર્યા હતા અને સાથે જ મેં શાકાહારી બનવાનું પણ નક્કી કર્યું હતું. શાકાહારી બનવાથી મને મારા કૅરૅક્ટરને ન્યાય આપવામાં ઘણી મદદ મળી હતી.

મારે સ્ટ્રિક્ટ ડાયટ અપનાવવાની હતી અને એ માટે હું એક્સ્ટ્રા કંઈ ખાતી નહોતી. આ સિવાય હું દિવસમાં ઓછા માં ઓછું 2 વાર વર્કઆઉટ કરતી હતી. મારું માનવું છે કે સખત મહેનત કદી એળે નથી જતી.’ રાધિકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે છે કે એ અને સહ-કલાકાર સાન્યા મલ્હોત્રા બંને દિલ્હીમાં મોટા થયા છે.

અને તાલીમપ્રાપ્ત નૃત્યાંગના છે. પરંતુ બંનેના મિજાજ એકબીજાથી એકદમ ઉલટું છે. એ બોલકી અને મળતાવડી છે જ્યારે સાન્યા શાંત અને અંતર્મુખી છે. બંનેમાં સામાન્ય બાબત એ છે કે સંગીત બંનેને પસંદ છે. બંને હમેશાંથી એકબીજાથી પરિચીત નથી. તાજેતરમાં એક વર્કશોપમાં બંનેની પ્રથમ મુલાકાત થઈ અને બંને આજીવન મિત્રો બની ગયા. હવે રાધિકા સાન્યાને નાની બહેન માને છે અને સાન્યા પણ એને હેતે સાદ કરે છે.