બોલિવુડ અભિનેત્રીનો મોટો ખુલાસો, પહેલા જ શુટમાં લેવી પડી હતી ગર્ભનિરોધક ગોળીઓ પછી

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રીએ કર્યો મોટો ધડાકો: ફિલ્મના પહેલા જ શોટમાં લેવી પડી હતી ગર્ભનિરોધક ગોળીઓ અને માતા-પિતાએ

બોલિવુડ અભિનેત્રી રાધિકા મદાને ટીવી ધારાવાહિક “મેરી આશિકી તુમસે હી”થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જેમાં તેના કો-સ્ટાર શક્તિ અરોરા હતા.  આ જોડીને ઘણી પસંદ કરવામાં આવી હતી.

રાધિકાએ ફિલ્મ “પટાખા” અને “મર્દ કો દર્દ નહિ હોતા”થી બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. જેમાં  તેના અભિનયની ઘણી  સરાહના થઇ હતી. રાધિકાએ આ મુકામ સુધી પહોંચવા માટે ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે. એક ડાયરેક્ટરે તેને કહ્યુ હતુ કે, તે સુંદર નથી. હાલમાં જ રાધિકા મદાન “રે” વેબ સીરીઝના પહેલા એપિસોડમાં નજર આવી હતી.

રાધિકાએ ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, કરિયરના પહેલા જ શોટમાં તેને ગર્ભનિરોધક ગોળી લેવી પડી હતી. મને પહેલા શોટ માટે કોન્ટ્રાસેપ્ટિવ પિલ ખરીદવા માટે કહેવામાં આવ્યુ હતુ. દિલચસ્પ વાત તો એ છે કે એ સમયે મારા માતા-પિતા મને સરપ્રાઇઝ આપવા માટે મારી પાસે દિલ્લી આવી રહ્યા હતા. જયારે મારા પિતાએ આ દવાઓ જોઇ તો તેઓ હેરાન રહી ગયા.

રાધિકાએ જણાવ્યુ  કે, મને અંદરથી ઘણો ડર લાગી રહ્યો હતો કે તે શું વિચારશે. કદાચ એ મારા આ એફર્ટની સરાહના કરશે. પરંતુ આવું કંઇ પણ ન થયુ.ફિલ્મોમાં દેશી ગર્લનું પાત્ર નિભાવતી રાધિકા અસલ જીવનમાં ઘણી ગ્લેમરસ છે અને તે ગ્લેમરસ લાઇફસ્ટાઇલ ફોલો કરે છે.

આ સાથે જ તે રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ છે. એ વાતનો અંદાજ તેની તસવીરો પરથી લગાવી શકાય છે. ઈરફાનની દીકરીનો રોલ એક્ટ્રેસ રાધિકા મદાને નિભાવ્યો હતો. ઈરફાન ખાન એક એવા શખ્સના રોલમાં જે આર્થિક રીતે એટલા બધા સધ્ધર નથી છતાં તેની દીકરીને સારી શિક્ષા આપવા માંગે છે. તો બીજી તરફ ઈરફાન ખાનની દીકરી લંડનમાં જઈને ભણવા માંગે છે,

મીઠાઈની દુકાન ચલાવનાર ઈરફાન તેની દીકરીને લંડન મોકલવા માટે કંઈ કંઈ તરકીબ અપનાવે છે તે ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ અભિનેત્રી રાધિકા મદને ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનની જગ્યા લીધી છે.

રાધિકા મદનના જણાવ્યા અનુસાર, તેની ભૂમિકાને નેપોટિઝમની નજર લાગી શકે એમ હતી. ખરેખર ફિલ્મના નિર્માતા દિનેશ વિજન તેની ભૂમિકા સ્ટાર કિડને આપવા માંગતા હતા. તેણે કહ્યું કે તે આ ભૂમિકા માટે મેકર્સ અને દિગ્દર્શકોને ઘણી મેહનતથી મનાવ્યા અને કહ્યું કે તે આ ભૂમિકા માટે ઘણા બધા ઓડિશન આપવા તૈયાર છે.

આ પછી છેક એને આ ભૂમિકા મળી શકી. જો કે, તેમણે જવાબ આપ્યો નથી કે શું આ ઘટના ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ સાથે જોડાયેલી છે. પરંતુ તે સ્પષ્ટ છે કે આ મામલો ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ અંગેનો હતો, કારણ કે આ ફિલ્મમાં સારા અલી ખાનની એન્ટ્રી અંગે ખૂબ જ ચર્ચાઓ થઇ હતી. એવા અહેવાલો પણ હતા કે સારા આ ફિલ્મમાં ઇરફાનની પુત્રીનો રોલ કરશે.

આવી સ્થિતિમાં, રાધિકા મદન નામ લીધા વિના, સ્પષ્ટ રીતે સારા પર જ સવાલ ઉભા કરે છે. જો કે ફિલ્મ ‘પટાખા’ પછી હવે ઇરફાનની ફિલ્મ રાધિકા મદન માટે એક ખૂબ મોટી તક છે. રાધિકાએ નાના પડદે એક મોટું સ્થાન હાંસલ કરીને સીધા જ બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે.

રાધિકા મદને કહ્યું હતું કે ‘હું ‘પટાખા’ માટે રેડ મીટ ખાતી હતી. હું જ્યારે ‘અંગ્રેજી મીડિયમ’ના ઑડિશન માટે ગઈ હતી ત્યારે મારા શરીરમાં ભરપૂર માત્રામાં ફૅટ જમા થઈ ગઈ હતી. પ્રોડ્યુસર દિનેશ અને ડિરેક્ટર હોમીને સ્ક્રીન-ટેસ્ટ પસંદ પડ્યું હતું. તેમણે મારામાં જે ટ્રસ્ટ મૂક્યો એને કારણે હું મેન્ટલી રીતે તૈયાર થઈ હતી અને એ શેપમાં આવવા માટે મેં ચૅલેન્જ સ્વીકારી હતી.

Shah Jina