અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ચર્ચા આખી દુનિયામાં થઈ હતી. લોકોને બંનેની જોડી પણ ખૂબ પસંદ આવી. લગ્નના દરેક ફંક્શનની ઝલક પણ સોશિયલ મીડિયા પર જોવા મળી, જે કોઈ જલસાથી ઓછી નહોતી. ત્યારે હવે લગ્ન બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. બંને અલગ-અલગ પ્રસંગોએ સાથે પણ જોવા મળે છે. બંને પરિવાર સાથે પણ ઘણો સમય વિતાવી રહ્યા છે અને આ જોઈને સ્પષ્ટ થાય છે કે નવી વહુ રાધિકા મર્ચન્ટ પરિવારમાં સંપૂર્ણ રીતે જોડાઈ ગઈ છે.
સાસુ નીતા અંબાણી જ નહિ પણ સસરા મુકેશ અંબાણી સાથે પણ તેનો સંબંધ ગાઢ છે, ખાસ કરીને સસરા મુકેશ અંબાણી સાથે તેનો સંબંધ બાપ-દીકરી જેવો છે. જેની અનેક વખત ઝલક સામે આવતી રહે છે. હાલમાં જ એક ખાસ કાર્યક્રમમાં બંનેની ઝલક જોવા મળી હતી. તાજેતરમાં રિલાયન્સ ફાઉન્ડેશને ઓલિમ્પિયન્સ અને પેરા ઓલિમ્પિયન્સ માટે પાર્ટીનું આયોજન કર્યું હતું.
આ પાર્ટીમાં સમગ્ર અંબાણી પરિવારે હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં ઘણા ફિલ્મ સ્ટાર્સે પણ હાજરી આપી હતી, જેમાંથી એક રણવીર સિંહ હતો. ત્યારે હવે રણવીર સિંહ સાથે મુકેશ અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો સામે આવ્યો છે.જેમાં રણવીર અને રાધિકા સાથે સાથે મુકેશ અંબાણી પણ ખડખડાટ હસતા જોવા મળી રહ્યા છે.
રાધિકાના આ દરમિયાનના લુકની વાત કરીએ તો તેણે પ્રિન્સેસ સ્ટાઇલનો ડ્રેસ પહેર્યો હતો. તે બ્લેક પ્લીટેડ ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાતી હતી, જેના પર ગોલ્ડ ડિટેલિંગ હતું. તેણે આ આઉટફિટને મંગળસૂત્ર સાથે એક્સેસરીઝ કર્યો હતો. રાધિકા ઢીંગલી જેવી દેખાતી હતી. તેનો આઉટફિટ અનંત અંબાણી સાથે મેચ થતો હતો. અનંતે બ્લેક પેન્ટ અને શર્ટ પહેર્યો હતો.
View this post on Instagram