અનંત સાથે સગાઇ બાદ રાધિકાની સામે આવી બોલ્ડ અવતારવાળી તસવીર, વન શોલ્ડર ડ્રેસનો ભાવ સાંભળીને કાન ફફડી જશે

ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીના ઘરે જલ્દી જ શરણાઇ વાગવાની છે. તેમના નાના દીકરા અનંત અંબાણીની રાધિકા મર્ચેંટ સાથે સગાઇ થઇ છે અને હવે બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવાના છે. ત્યારે સગાઇ બાદ રાધિકાની તસવીર સામે આવી છે, જેમાં તે ગ્રીન રંગના વન શોલ્ડર મેક્સી ડ્રેસમાં તેના મિત્રો સાથે જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે વાળમાં પોની ટેન કેરી કરી છે અને લાઇટ મેકઅપ કર્યો છે.

રાધિકાનો આ મોર્ડન અવતાર અનંત અંબાણી સાથે સગાઇ બાદ વાયરલ થઇ રહ્યો છે. જણાવી દઇએ કે, રાધિકાએ જે ડ્રેસ પહેર્યો છે તેને અંકિતા ધર્મને ડિઝાઇન કર્યો છે. આ ડ્રેસની રફલ સ્લીવ્સ પણ ખાસ છે.ફોરેસ્ટ બ્રાન્ડ પાસે રાધિકા જેવો શાનદાર ગ્રીન ડ્રેસ ઉપલબ્ધ છે અને આની કિંમત 14000 રૂપિયા જેટલી છે. અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દેશની સૌથી મૂલ્યવાન કંપની છે.

અંબાણી તેમના ત્રણ બાળકોને કંપનીમાં અલગ અલગ જવાબદારીઓ આપી ચૂક્યા છે. અનંત અંબાણીને ઓયલ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસની કમાન સોંપી છે. અનંત અંબાણીની મંગેતર રાધિકા મર્ચેંટ ન્યુયોર્ક યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ છે, જ્યારે અનંતે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. રાધિકાએ એક રિયલ એસ્ટેટ કંપનીમાં જુનિયર સેલ્સ મેનેજરના રૂપમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

રાધિકા અને અનંત બંને બાળપણના મિત્રો છે. વર્ષ 2018માં બંનેનો એક ફોટો વાયરલ થયો હતો. તે બાદ તેમની સગાઇની અફવા ઉડી હતી પણ ત્યારે કોઇએ કંઇ જ કંફર્મેશન આપ્યુ નહોતુ. રાધિકા એનક્યોર હેલ્થકેરના CEO વીરેન મર્ચેંટની દીકરી છે. મર્ચેંટ પરિવારનો તાલ્લુક ગુજરાતના કચ્છથી છે. 18 ડિસેમ્બર 1994માં જન્મેલી રાધિકાએ ન્યુયોર્કથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇન્ડિયા ફર્સ્ટ ઓર્ગેનાઇઝેશનમાં ઇંટર્નશિપ કરી હતી.

તેણે એક રિયલ એસ્ટેટ કંપની Ispravaમાં જુનિયર સેલ્સ મેનેજર તરીકે પણ કામ કર્યુ છે. પણ કેટલાક સમય બાદ તે ફેમીલી બિઝનેસમાં જોડાઇ ગઇ. અત્યારે તે Encore Healthcareમાં ડાયરેક્ટર છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર રાધિકા મર્ચેંટ આલીશાન લાઇફ જીવે છે. તે ડિઝાઇનર કપડા પહેરે છે, આ સાથે તેને મોંઘા બેગ્સનો પણ શોખ છે.

રાધિકા ઘણી સ્ટાઇલિશ છે. તેને ડાન્સ, સ્વિમિંગ અને બુક વાંચવાનો શોખ છે. રાધિકાના પિતાની નેટવર્થ લગભગ 755 કરોડ રૂપિયા છે. રાધિકાની નેટવર્થની વાત કરીએ તો, તે લગભગ 8-10 કરોડ રૂપિયા છે. અનંત અને રાધિકાની રોકા સેરેમની ગત વર્ષે 29 ડિસેમ્બરના રોજ થઇ હતી. તેમની સગાઇ હાલમાં ગુજરાતી રસ્મ અનુસાર થઇ હતી.

Shah Jina