રાધિકા મર્ચેંટ અને અનંત અંબાણીના પ્રેમે ખેંચ્યુ બધાનું ધ્યાન, એકદમ પરફેક્ટ લાગી જોડી- કપલની તસવીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ

રાધિકા મર્ચેંટે ખુબસુરત બ્લાઉઝ સાથે પહેરી બ્લેક સાડી, કપલની તસવીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ

નીતા અંબાણીએ શુક્રવારે પતિ મુકેશ અંબાણી સાથે મુંબઈમાં ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના લોન્ચિંગ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન અંબાણી પરિવારની તસવીરો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહી હતી. નીતા અંબાણી ક્લાસિક રોયલ બ્લુ બનારસી સાડી સાથે કુંદનનો હાર પહેરી પહોંચ્યા હતા.

NMACCના ભવ્ય લોન્ચ ઈવેન્ટમાં નીતા અંબાણીએ પોતાના લુકથી લાઈમલાઈટ ચોરી લીધી હતી. જો કે, તેમની સાથે સાથે તેમની ભાવિ પુત્રવધુ પણ રોયલ લુકમાં જોવા મળી હતી. રાધિકાએ આ ઇવેન્ટમાં બ્લેક સાડીમાં એન્ટ્રી મારી હતી. રાધિકાએ ‘શહાબ-દુરાઝી’ લેબલમાંથી બ્લેક કલરની ઈન્ડો-વેસ્ટર્ન સ્ટાઈલની સાડી પસંદ કરી હતી.

તેના આઉટફિટમાં ચારે બાજુ સફેદ ફ્લોરલ એમ્બ્રોઇડરી હતી અને સ્લીવ્ઝ પર ફ્રિન્જ ડિટેલિંગ હતી. તેણે પીન-સ્ટ્રેટ, સાઇડ-પાર્ટેડ હેર, બોલ્ડ રેડ લિપ્સ અને ગ્લેમ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. તેના સુંદર હીરા અને રૂબી પેન્ડન્ટ તેના દેખાવને પૂરક બનાવી રહ્યા હતા. તેની સાડી સેલિબ્રિટી ડ્રેપર ડોલી જૈન દ્વારા દોરવામાં આવી હતી, જેમણે પલ્લુને કેરી-ઓન સ્ટેટમેન્ટ પીસ તરીકે સ્ટાઈલ કરી હતી.

અનંત અંબાણીએ આ ઇવેન્ટમાં તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે હાથમાં હાથ નાખી એન્ટ્રી લીધી હતી. સેલ્ફ પ્રિન્ટેડ મોટિફ સાથે બ્લેક શેરવાનીમાં અનંત હેન્ડસમ લાગતો હતો. તેણે ચમકદાર બ્રોચ પણ કેરી કર્યુ હતુ. શટરબગ્સ માટે પોઝ આપતી વખતે બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા પણ જોવા મળ્યા હતા. આ ઈવેન્ટમાં આકાશ અંબાણી અને તેની ગર્ભવતી પત્ની શ્લોકા મહેતા પણ હેડલાઇન્સમાં રહ્યા હતા. આકાશ ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં ડૅપર લાગતો હતો,

તો શ્લોકાએ તેના ગ્લેમરસ લુકથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જણાવી દઇએ કે, ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’નું ભવ્ય ઉદઘાટન ધીમે ધીમે હેડલાઇન્સ બની રહ્યું છે કારણ કે તે એક સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ છે જેમાં દેશ અને વિશ્વના ઘણા પ્રખ્યાત સ્ટાર્સ ભાગ લઈ રહ્યા છે. ‘NMACC’ એ અંબાણી પરિવાર દ્વારા દેશની તમામ સાંસ્કૃતિક કલાઓને એક પ્લેટફોર્મ આપવા માટે સ્થાપિત કરવામાં આવનાર ડ્રીમ પ્રોજેક્ટ્સમાંથી એક છે, જેનું ભવ્ય ઉદ્ઘાટન ગઇકાલે 31 માર્ચના રોજ કરવામાં આવ્યુ.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina