ખબર

અંબાણી પરિવારે આ રીતે ઉજવ્યો હતો પોતાના ઘરની થનારી વહુનો જન્મ દિવસ, વિડીયો થયો વાયરલ

અબજોપતિ અંબાણી પરિવારે આ છોકરીના જન્મદિવસની ઉજવણી કરી હતો, લાડલા અનંત અંબાણી સાથે આવો સંબંધ છે

દેશ અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીનો પરિવાર કોઈ નાના પ્રસંગને લઈને પણ ચર્ચામાં આવતો હોય છે. હાલમાં જ અંબાણી પરિવારે તેમના ઘરની થનારી વહુનો જન્મ દિવસ ઉજવ્યો હતો. આ જન્મ દિવસની ઉજવણીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Image Source

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના ઘરની થનારી વહુનું નામ છે રાધિકા મર્ચન્ટ. જેના જન્મ દિવસની ઉજવણી કરતા અંબાણી પરિવારના લોકો જોવા મળ્યા હતા. વાયરલ થઇ રહેલા વિડીયોની અંદર રાધિકા કેક કાપતી નજર આવી રહી છે. તો આ ખાસ પ્રસંગે મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી, આકાશ અંબાણી, ઈશા અને તેના દાદી કોકિલાબેન અંબાણી પણ જોવા મળી રહ્યા છે.

Image Source

વિડીયોની અંદર જોઈ શકાય છે કે ખુબ જ ખાસ રીતે આ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જ્યાં રાધિકા કેક કાપી અને એક પછી એક બધાને ખવડાવી રહી છે. એ દરમિયાન અંબાણી પરિવાર પણ ખુબ જ ખુશ દેખાઈ રહ્યો છે. રાધિકાના જન્મ દિવસ નિમિત્તે ખાસ પ્રકારની કેકનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણકારી પ્રમાણે રાધિકાનો જન્મ દિવસ લંડનમાં ઉજવવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by 🍀🍁🍂🍃 (@parfumsundar) on

છેલ્લા ઘણા સમયથી રાધિકાને લઈને ઘણી જ ખબરો પણ આવી રહી છે. ખબરોનું માનીએ તો જલ્દી જ રાધિકા હવે અંબાણી પરિવારની નાની વહુ પણ બનવાની છે. ઘણીવાર રાધિકા અંબાણી પરિવાર સાથે જોવા મળી છે.

કહેવામાં આવી રહ્યું છે કે રાધિકા અને અનંત જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે, જો કે હજી સુધી અંબાણી પરિવાર તરફથી કોઈ અધિકારીક પુષ્ટિ કરવામાં નથી આવી. રાધિકાને હંમેશા દરેક પ્રસંગમાં અંબાણી પરિવાર સાથે જોઈ શકાય છે. તો અનંત સાથે પણ તે ઘણીવાર ડિનર ડેટ ઉપર જોવા મળે છે.

Image Source

તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ ADF ફુડ્સ લિમિટેડના નોન એકઝીકયુટીવ ડાયરેક્ટર વીરેન મર્ચન્ટની દીકરી છે. આ ઉપરાંત રાધિકાના પિતા “એન્કોર હેલ્થકૅયર પ્રાઇવેટ લિમિટેડ” કંપનીના સીઈઓ અને વાઇસ ચેરમેન પણ છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચના રોજ હીરાના વેપારી રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે થયા હતા. આ પ્રસંગે દેશ-વિદેશની મોટી-મોટી હસ્તિઓએ હાજરી આપી હતી. પરંતુ આ બધામાં એક એવી છોકરી હતી જે અંબાણી પરિવારની ખૂબ જ નજીક જણાઈ આવતી હતી. એ રાધિકા મર્ચન્ટ હતી. કહેવાય રહ્યું છે કે રાધિકા મર્ચન્ટ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ છે.

રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારના દરેક પ્રસંગોમાં જોવા મળે છે. એ જ રીતે એ આકાશ-શ્લોકાનાં લગ્નમાં પણ છવાયેલી હતી. લગ્નના એક મહિના પછી રાધિકાની કેટલીક લગ્નના ફંક્શનની તસવીરો વાયરલ થઇ રહી છે. મહેંદીના ફંક્શનની એક તસ્વીર છે, જેમાં રાધિકા લાલ રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે અને તેની સાથે મહેંદી ક્વીન વીના નાગડા પણ જોવા મળે છે. આ તસ્વીરમાં રાધિકા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

આ સિવાય સ્વિટ્ઝર્લેન્ડના સેન્ટ મોર્ટીઝમાં થયેલી આકાશ-શ્લોકાના પ્રિવેડિંગ ફંક્શનની પણ રાધિકાની તસ્વીર સામે આવી છે, જેમાં પણ રાધિકા કાળા રંગના મેટાલિક ગાઉનમાં સુંદર લાગી રહી છે. મે 2018માં એવી ખબરોએ વેગ પકડ્યું હતું કે અનંત અને રાધિકાએ સગાઇ કરી લીધી છે પરંતુ અંબાણી પરિવારના પ્રવક્તાએ આ વાતને નકારી હતી.

રાધિકા બિઝનેસમેન વીરેન મર્ચન્ટની દીકરી છે. વીરેન મર્ચન્ટ એન્કર હેલ્થકેરના સીઈઓ અને વાઇસ ચેરમેન છે. રાધિકાની એક બહેન છે અંજલિ, જે પણ અત્યારે આ જ કંપનીમાં ડાયરેક્ટર છે. રાધિકા અને અનંત લાંબા સમયથી મિત્રો છે. એ પછી બંને વચ્ચે સંબંધની ખબરો આવી હતી.

ફરી એકવાર અંબાણી પરિવાર લગ્નને લઈને ચર્ચામાં છવાયેલા છે. હાલમાં અંબાણી પરિવાર મુકેશ અંબાણીની ભત્રીજી નયનતારા કોઠારીના લગ્નની તૈયારી કરી રહ્યો છે. નયનતારાની પ્રિ-વેડિંગ પાર્ટી અને સંગીતનું આયોજન મુકેશ અંબાણીના વિશાળ ઘર એન્ટિલિયામાં કરવામાં આવ્યું હતું. આ ખાસ પાર્ટીમાં પરિવારની સાથે સાથે બીજા કેટલાક સ્ટાર પણ જોવા મળ્યા હતા, પરંતુ આ બધાની વચ્ચે મુકેશ અંબાણીના દીકરો અનંત અંબાણીની ખાસ મિત્રની ચર્ચા ખૂબ જ થઇ હતી.

અનંતની ખાસ મિત્રનું નામ છે રાધિકા મર્ચન્ટ. તે નયનતારાની પ્રિ-વેડિંગ પાર્ટીમાં હાજર રહી હતી. તે આ પાર્ટીમાં ખુબ જ સારી રીતે તૈયાર થઈને આવી હતી. તેને મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલ ક્રીમ કલરના ચણિયાચોળી પહેર્યા હતા. તે આ પોશાકમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. આ સાથે તેને ડાયમંડ ઝવેરી પહેરી હતી.