મનોરંજન

બૉલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેએ પોતાના લગ્નમાં ફાટેલી જૂની સાડી શા માટે પહેરી હતી? જાણો રહસ્ય

અભિનેત્રી રાધિકા આપ્ટે ઇન્ટરવ્યૂમાં પોતાના વ્યક્તિગ જીવન વિશે ખુબ જ ઓછી વાત કરે છે, પણ અમુક સમય પહેલા જ રાધિકાએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાના લગ્ન સાથે જોડાયેલો એક ખાસ કિસ્સો જણાવ્યો હતો.

રાધિકાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કેરિયરની શરૂઆત ફિલ્મ ‘વાહ! લાઈફ હો તો એસી’માં નાના એવા કિરદાર દ્વારા કરી હતી. જેના પછી ફિલ્મ ‘શોર ઈન દ સીટી’ દ્વારા તેને એક અલગ જ ઓળખ મળી હતી. પોતાની સુંદરતા અને શાનદાર અંદાજ માટે જાણવામાં આવતી રાધિકાની એક બીજી ખાસિયત એ પણ છે જેનો રાધિકાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે.

 

View this post on Instagram

 

crispness of @smartwaterind always puts me in a fun mood! #madedifferently

A post shared by Radhika (@radhikaofficial) on

રાધિકાએ કહ્યું કે તે મોંઘા કે ફેન્સી કપડામાં પૈસા ખર્ચ કરવાનું પસંદ નથી કરતી આજ કારણને લીધે રાધિકાએ પોતાના લગ્નમાં પોતાની દાદીની જૂની સાડી પહેરી હતી.

રાધિકાએ કહ્યું કે,”જ્યારે મારા લગ્ન થયા, ત્યારે રજીસ્ટર વાળા દિવસે દાદીની જૂની સાડી પહેરી હતી. જેમાં કાણા પણ પડી ગયા હતા. છતાં પણ મેં તે જ સાડી પહેરવાનો નિર્ણય લીધો કેમ કે મારી દાદી દુનિયામાં મારી સૌથી પસંદગીની વ્યક્તિ છે અને હું તેને ખુબ પ્રેમ કરું છું, હું તેવા પ્રકારની વ્યયક્તિ નથી જે રજીસ્ટર્ડ મેરેજ માટે લાખો રૂપિયા ખર્ચ કરીને ફેન્સી ક્પડાં ખરીદે.”

Image Source

“જો કે હું રીશેપ્શનમા સારી દેખાવા માગતી હતી, માટે મેં એક ડ્રેસ ખરીદ્યો હતો અને જણાવી દવ કે મેં તે ડ્રેસ છેલ્લી ઘડીએ લીધો હતો, કેમ કે હું મારા માટે ડ્રેસ ખરીદવાનું જ ભૂલી ગઈ હતી.”

 

View this post on Instagram

 

such a beautiful day to be out and about. hydrate well, all of you! @smartwaterind #madedifferently

A post shared by Radhika (@radhikaofficial) on

રાધિકાએ જણાવ્યું કે પોતાના રીશેપ્શન માટે ખરીદેલા આ ડ્રેસની કિંમત 10 હજાર રૂપિયા કરતા પણ ઓછી હતી.રાધિકાએ વર્ષ 2012 માં મ્યુઝિશિયન બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા હતા.

Image Source

રાધિકાના પતિ બ્રિટેન થી છે અને લંડનમાં રહે છે, જ્યારે રાધિકા મુંબઈમાં રહીને કામ કરે છે. રાધિકાએ કહ્યું કે,”શરૂઆતમાં બેનેડિક્ટ પોતાનું કામ છોડીને મારી સાથે રહેવા લાગ્યા હતા. પણ પછી અમે બંનેએ નક્કી કર્યું કે આ યોગ્ય નથી, અમે  બંન્ને અમારા પોત પોતાના કામ પ્રત્યે ખુબ જ ગંભીર છીએ. એવામાં કોઈનું પોતાના કામથી દૂર રહેવું યોગ્ય નથી. હું અને બેનેડિક્ટ મહિનામાં એકવાર ચોક્કસ મળીએ છીએ, તેના માટે અમારે અમારું ટાઈમ ટેબલ પણ કેમ ન બદલવું પડે.”

 

View this post on Instagram

 

Outfit-@jade_bymk Shoes -@zara Styling-@who_wore_what_when Hair and make up @cloverwootton

A post shared by Radhika (@radhikaofficial) on

રાધિકાની ગણતરી બોલ્ડ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. રાધિકા ફિલ્મોમા બોલ્ડ સીન આપવાથી બિલકુલ પણ નથી અચકાતી. રાધિકા હંમેશા પોતાના મનનું સાંભળે છે, અને ખુશીથી જીવન જીવે છે.

 

View this post on Instagram

 

GUCCI 🖤 #Repost @who_wore_what_when with @get_repost ・・・ @radhikaofficial for @iifa 2019 Outfit – @gucci Jewellery – @occasionsfinejewellery Shoes – @cl.india @louboutinworld Hair & Make up @kritikagill Styling – @who_wore_what_when Photography – @anurag_kabburphotography #womenswear #womenstyle #womensfashion #bollywood #womensweardaily #instafashion #instastyle #fashionwear #beauty #whoworewhatwhen #bollywoodcelebrity #celebrityspotting #celebritystyle #celebritystylist #stylediary #styleblogger #fashiondesign #radhikaapte #bollywoodfashion #bollywoodstyle #bollywoodcelebrites #bollywoodceleb #awardshow #whoworewhatwhen #awardsseason #iifa2019 #guccigang #gucci

A post shared by Radhika (@radhikaofficial) on

ફિલ્મોના સિવાય રાધિકાએ થિએટરમાં પણ ખુબ કામ કર્યું છે. તેજ દરમિયાન રાધિકાને ફિલ્મની ઓફર મળી હતી જેના પછી રાધિકા ફિલ્મી દુનિયાનો હિસ્સો બની ગઈ. રાધિકાએ કંટેમપ્રરી ડાન્સની શિક્ષા લંડનથી લીધી છે. રાધિકાએ ઘણા ટીવી શો માં પણ કામ કર્યું છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.