આજકાલ આખા દેશમાં કોરોના વાયરસના ખતરાને કારણે વિશ્વના ઘણા દેશમાં લોકડાઉન છે. લોકડાઉનની અસર સામાન્ય નાગરિકથી લઈને બધા જ વ્યક્તિ પર પડી છે. લોકડાઉનની સૌથી વધુ અસર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર પડી છે.
અચાનક લોકડાઉન જાહેર કરવામાં આવતા જે લોકો જ્યાં છે ત્યાં જ રહી ગયા હતા. ઘણા સિતારાઓ તેના ઘરમાં મુંબઈમાં જ તેના પરિવાર સાથે ક્વોરેન્ટાઇનમાં છે. તો ઘણા સિતારાઓ વિદેશમાં તેના કામના સિલસિલામાં જ્યાં હતા ત્યાં જ રહી ગયા છે. જે પૈકી એક છે રાધિકા આપ્ટે.
રાધિકા આપ્ટે લોકડાઉન વચ્ચે મુંબઈમાં તેનો સમય પસાર કરી રહી છે. આ વચ્ચે રાધિકાએ એક થ્રો બેક બિકીની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચર્ચામાં આવી છે.
રાધિકા આપ્ટે હંમેશા તેના બોલ્ડ અને આકર્ષક તસ્વીર માટે છવાઈ જાય છે. તેની બોલ્ડ ઇમેજ દ્વારા ફેન્સને બહુ જ પસંદ છે.
આ તસ્વીરમાં રાધિકા સમુદ્વમાં એન્જોય કરતી નજરે આવી રહી છે. એક્ટ્રેસે આ તસ્વીરમાં પોલ્કા ડોટેડ બિકીની પહેરી છે.
View this post on Instagram
એક્ટ્રેસે આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, આ લોકડાઉન સારું લાગી રહ્યું છે. એક્ટ્રેસની આ તસ્વીર પર ફેન્સ ખુબ જ કમેન્ટ કરી પ્રતિક્રિયા અપાઈ રહ્યા છે.
જણાવી દઈએ કે, રાધિકા આપ્ટેએ શાહિદ કપૂરની ફિલ્મ ‘વાહ!લાઈફ હો તો ઐસી’ થી બોલીવુડના એન્ટ્રી કરી હતી. આ બાદ રાધિકા આપ્ટેએ હિન્દી સિવાય તમિલ, તેલુગુ, મલયાલમ, બંગાળી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું.
રાધિકાની ફિલ્મ પેડમેન અને માંઝીને ઘણી પસંદ કરી હતી. આ સિવાય રાધિકા આપ્ટેનો જાદુ નેટફ્લિક્સ પર પણ છવાઈ ગયો છે.
સેક્રેડ ગેમ્સ ને ઘોઅલ જેવી સિરીઝએ રાધિકાની કરિયરની ઊંચી લાવવામાં ચાર ચાંદ લગાવ્યા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.