સાઉથ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ રાધે શ્યામનું ટ્રેલર 23 ડિસેમ્બર, ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું હતુ. આ ફિલ્મમાં પ્રભાસની સાથે પૂજા હેગડે પણ મુખ્ય ભૂમિકામાં છે. રાધે શ્યામ ફિલ્મ આવતા વર્ષે 14 જાન્યુઆરી, 2022ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ ગયું હતુ. ટ્રેલરમાં પ્રભાસ કહે છે કે પ્રેમ અને લગ્ન તેના નસીબમાં લખેલા નથી. ટ્રેલર દરમિયાન એવું પણ બતાવવામાં આવ્યું છે કે, જ્યારે એક વિદેશી છોકરી પ્રભાસને ‘આઈ લવ યુ’ કહે છે, ત્યારે તે તેને કહે છે, ‘ના, મારે માત્ર ફ્લર્ટેશન જોઈએ છે’. જોકે, ટૂંક સમયમાં જ પ્રભાસના જીવનમાં પૂજા હેગડેની એન્ટ્રી થાય છે, જેને જોઈને કલાકાર તેના પ્રેમમાં પડી જાય છે.
હૈદરાબાદમાં એક ભવ્ય કાર્યક્રમમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતુ. આ ફિલ્મના ટ્રેલરમાં પ્રભાસ ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર દર્શકોની અપેક્ષા મુજબનું છે. આ ફિલ્મના ટ્રેલરમાં પ્રભાસ જ્યોતિષની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. જે પૂજા હેગડેના પ્રેમમાં છે. આ ફિલ્મમાં પ્રભાસની એકદમ અલગ સ્ટાઈલ જોવા મળે છે. ટ્રેલરની શરૂઆત એક સુંદર લવ સ્ટોરીથી થાય છે અને ટ્રેલરનો અંત દુઃખદ રીતે થાય છે. પ્રભાસના પાત્રનું નામ વિક્રમાદિત્ય છે.
આ ફિલ્મમાં ખૂબ જ જોરદાર VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડૂબતું જહાજ જોઈને લોકોને ‘ટાઈટેનિક’ની યાદ આવી જાય છે. ટ્રેલરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક શાનદાર છે. પ્રભાસના ચાહકો તેનો આ લુક જોઈને ઉત્સાહિત થઈ ગયા હતા. આ ફિલ્મના ટ્રેલર લૉન્ચ પહેલા પ્રભાસે પોસ્ટ કર્યું અને લખ્યું કે ‘રાધેશ્યામ’ની અદ્ભુત દુનિયા તમારા બધા સાથે શેર કરવા માટે હું રાહ જોઈ શકતો નથી. અમે આ ફિલ્મના ટ્રેલર સાથે એક દૃશ્ય શેર કરીશું જે મારા પ્રિય ચાહકો દ્વારા લોન્ચ કરવામાં આવશે. ફિલ્મના નિર્માતાઓએ આ ટ્રેલર લોન્ચિંગને ખાસ બનાવવા માટે કોઈ કસર છોડી ન હતી. પ્રભાસે તેના સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે આ ફિલ્મનું ટ્રેલર તેના ફેન્સ દ્વારા લોન્ચ કરવામાં આવશે.
આ ફિલ્મમાં દેશભરમાંથી અનેક મીડિયા પર્સનને બોલાવવામાં આવ્યા હતા. તેની તૈયારી પણ ફિલ્મની જેમ ભવ્ય રીતે કરવામાં આવી હતી. પ્રભાસની રાધે શ્યામ મકરસંક્રાંતિના દિવસે 14 જાન્યુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. તમિલ તેલુગુ ઉપરાંત, તે કન્નડ, મલયાલમ અને હિન્દીમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મ પ્રભાસની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં પૂજા હેગડે અને પ્રભાસની રોમેન્ટિક જોડી જોવા મળશે. આ ફિલ્મ એક લવ સ્ટોરી છે જે સામાન્ય લવ સ્ટોરીથી અલગ છે. ટ્રેલરને રિલીઝ થયાના થોડા જ કલાકોમાં 18 લાખથી વધુ લોકો તેને જોઇ ચૂક્યા હતા.